અકસ્માત:કલ્યાણપુરના ભોગાત પાસે કારનંુ ટાયર ફાટતાં અકસ્માત, 1નું મોત

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફંગાળાયેલી કારમાં સવાર અન્ય બે લોકોને ઇજા,ચાલક સામે ગુનો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નજીક દ્વારકા-પોરબંદર હાઇવે પર ભોગાત પાસે પુરઝડપે પસાર થતી કારનુ ટાયર ફાંટતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર સવાર પ્રૌઢનુ ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજયુ હતુ.જયારે અન્ય બે લોકોને પણ નાની મોટી ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.પોલીસે કાર ચાલક સામે અકસ્માત મામલે ગુનો નોંધ્યો હતો. પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર કલ્યાણપુર પંથકમાં દ્વારકા પોરબંદર હાઇવે રોડ પર ભોગાત ગામ પાસે પુરઝડપે પસાર થતી કારનુ ટાયર ફાંટતા ચાલકે કાબુ ગુમાવતા કાર ફંગોળાઇ જતા અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં કારમાં બેઠેલા નારણભાઇ નામના પ્રૌઢને માથા સહિત શરીરે ગંભીર ઇજા પહોચતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ. જયારે કારમાં બેઠેલા અન્ય બે લોકોને પણ નાની મોટી ઇજા પહોચતા તુરંત સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી.

આ બનાવ અંગે મૃતકના ભત્રીજા ઉપેન્દ્રભાઇ વલ્લભભાઇ પાનસુરીયા (રે. શ્રી હરી એપાર્ટમેન્ટ, શિવમ સોસાયટી,એરફોર્સ-2 રોડ,જામનગર)ની ફરીયાદના આધારે કલ્યાણપુર પોલીસે કારના ચાલક જયેશ વિઠ્ઠલભાઇ સંધાણી સામે અકસ્માત મામલે ગુનો નોંધ્યો છે.બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો હતો. ઉપરોકત કાર દેવભૂમિ જિલ્લામાંથી જામનગર તરફ જઈ રહી હતી ત્યારે ભોગાત પંથકમાં જીવલેણ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...