તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોબાળો:મીઠાપુરમાં પ્રાચીન મંદિરને તોડી પાડવાની પેરવી થતાં ભારે હોબાળો

મીઠાપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અધિકારીઓ દોડ્યા: સમજાવટથી મામલો થાળે

મીઠાપુરમાં તાતા કેમીકલ્સના મેઈન ગેટ ની સામે શ્રી હનુમાનજી દાદાનું આશરે ૮૦ વર્ષ જુનું પુરાતન મંદિર સ્થિત છે. જે જર્જરીત થઈ જતાં, જનતાના સંપૂર્ણ સહયોગ અને લોકફાળાથી સાત માસ અગાઉં આ મંદિરનાં જીર્ણોધ્ધારના કરવામાં આવ્યું હતું જે નિર્માણ કાર્ય હજુ ચાલુ છે. અને હવે ગણતરીના દિવસોમાં આ નિર્માણ કાર્ય સંપન્ન કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને પ્રશાસન (સ્ટેટ હાઈ વે ઓથોરીટી) પણ કોઈ જાતની નોટીશ આપ્યા વિના કે જાણ કર્યા વગર સીધા મંદિર તોડી પાડવા માટે સાધન-સામગ્રી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં આવી પહોંચેલ, પ્રશાસને નમતું જોખી હાલ આ ડીમોલેશન મોકૂફ રાખવા મજબૂર થવું પડ્યું.

દ્વારકા પ્રાંત અધિકારી એન.ડી. ભેટારીયા તથા મામલતદાર કેશવાલાને, ઓખા પાલિકા સદસ્ય હાડાભા માણેક, મકનપુરના અગ્રણી ખેંગારભા માણેક તથા વરવાળાના ગોવિંદભાઈ અસ્વાર કે જેઓ આ મંદિર નિર્માણકાર્ય કમિટિ સાથે જોડાયેલા છે, તેઓએ રૂબરૂ મુલાકાત કરી આ સમસ્યા વિશે વિસ્તૃત ચર્ચા કરેલ. જેનો પ્રાંત અધિકારી, મામલતદારે હકારાત્મક જવાબ આપતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો