તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:રાણના બ્રિજની ભયાવહ સમસ્યાને લઈને પ્રજા વર્ષોથી ભારે પરેશાન

કલ્યાણપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હામાં હા ભણી દેતા તંત્રને દાયકાઓથી રજૂઆત છતાં પરિણામ શૂન્ય

તાલુકા માં આવેલ રાણ ગામ ખાતે જુનવાણી રેણુકા નદી આવેલ છે જે દર વર્ષે ચોમાસા ના સમયમાં મોટા પાયે પુર આવે છે અને રાણ તથા ત્યાંથી પસાર થતા ગામડાઓ મેવાસા , અસોટા વગેરે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ જાય છે.એટલું જ નહીં આ પુલ ને લીધે છાસ દૂધ બકાલુ જેવી અનેક જીવન જરૂરી ચીજો અહીં દિવસો પહોંચતી નથી, હાલ ના વરસાદી માહોલમાં વારંવાર આ વિસ્તારમાં નદી ને લીધે આવન જાવન બંધ થઈ જાય છે.

રાણ ગ્રામ પંચાયતના સરપંચે વારંવાર રજૂઆતો કરી સાંસદથી માંડી નાયબ મુખ્યમંત્રી સુધી આ માંગને લઇ લેખિત રજૂઆતો વારંવાર કરી હોવા છતાં હજુ સુધી તેનો કોઈ જાતનો નિકાલ આવ્યો નથી અને દર વર્ષની માફક આ સમસ્યા જેમની તેમ જ રહે છે. રાણ ગામે રેણુકા નદીનો ઘેરાવો મોટો છે પરંતુ તંત્ર દ્વારા અહીં નીચો અને લાકડા સલાડ જર્જરિત પુલ રાખવામાં આવ્યો હોવાથી ચોમાસામાં સમસ્યા સર્જાય છે.જો કે સરપંચ ભીખાભાઇ સોનાગરાની અનેક રજૂઆતો પછી પણ તંત્ર દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી જેના લીધે સમસ્યા યથાવત જ રહેવા પામી છે. ચોમાસામાં આ સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરે છે બે દિવસ પહેલા આવેલા આ વરસાદમાં અહીંથી પસાર થતો ઇકો ફોરવહીલ પાણીમાં તણાયુ પરંતુ સ્થાનિક પંચાયતની સમયસૂચકતાથી તેમાં બેસેલા મુસાફરોને બચાવી લેવાયા હતા. આ વિસ્તારની આ પુલની માંગ તંત્ર પુરી કરી અને રાણ ગામની તથા જીવાદોરી સમાન પુલ નું કામ વહેલું કરે તેવી લોકમાંગ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો