તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ભાટિયામાં KGBVમાં ધો.9 થી12ના વર્ગ બંધ કરાતા છાત્રાઓને હાલાકી

ભાટિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થિ નીઓ અને વાલીઓ દ્વારા નવતર વિરોધ સાથે કલેકટરને આવેદન પાઠવાયું

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે સ્થિત કેન્દ્ર સરકાર સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયમાં ઘોરણ નવથી બારના વર્ગો બંધ કરાતા કન્યાઓ અને વાલીઓ સાથે મળી નવતર વિરોધ સાથે જિલ્લા સમાર્હતાને આવેદન પાઠવ્યુ હતુ.ભાટિયામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધો.6થી 12 સુધી ના વર્ગો ચાલુ હતા જે આ વર્ષે ઘટાડી ધોરણ ૯ થી૧૨ ના વર્ગો અચાનક જ બંધ કરી દેતા લગભગ 100 જેટલી વિદ્યાર્થિનીઓનું ભવિષ્ય અંધકાર મય બન્યું છે .

આ તકે તમામ વિધાર્થીનીઓએ પોતા વાલી સાથે કલેકટર કચેરી ખાતે આવી એક પગે ઉભા રહી વિરોધ વ્યકત કર્યો હતો. છાત્રાઓએ અમને ભણવા દો, અમને ન્યાય આપોના બેનરો સાથે નિકળી ઉકત વર્ગો ફરી ચાલુ કરવા કલેકટર સમક્ષ આવેદન પાઠવ્યુ હતુ. જો સરકાર આ વર્ગો તાત્કાલિક શરૂ નહિ કરે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા રાહે કન્યાઓ સાથે ઉપવાસ આંદોલન ની ચીમકી પણ આપી છે.

અન્ય સમાચારો પણ છે...