તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગંભીર રોગચાળો:કલ્યાણપુર પંથકના પશુઓમાં ‘રેડ યુરીન’ નામના રોગે ભરડો લીધો, 5 દિવસમાં 162 ભેંસોના મોત

કલ્યાણપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કયા ગામમાં કેટલી ભેંસો મરી ? ભાટુડીયામાં 19, સોઇનેશમાં 40, ભાટિયામાં 19, કુરંગામાં 22, ભોગાતમાં 12, બામણાસામાં 15
  • ભેંસોના ટપોટપ મોત થતા માલધારીઓ ચિંતામાં મુકાયા, પશુપાલન વિભાગ નિંદ્રાધિન : હજુ 152 જેટલી ભેંસો બિમાર

કલ્યાણપુર પંથકમાં પશુઓમાં રેડ યુરીન નામનો ગંભીર રોગચાળો ફાટી નિકળ્યો છે.પાંચ દિવસમાં જ 162 જેટલી ભેંસોના ટપોટપ મોત નિપજતા માલધારી પરિવારો ચિંતામાં મુકાયા છે.તો બીજી બાજુ હાલ આ પંથકમાં 152 જેટલી ભેંસો તો મરવાના આરે બિમાર પડી છે.કલ્યાણપુર પશુપાલન વિભાગ પાસે દવાનો સ્ટોક પણ ઉપલબ્ધ ન હોવાથી પશુઓ એક બાદ એક મરી રહ્યા છે.162 ભેંસોના મોત નિપજ્યા ત્યાં સુધી પશુપાલન વિભાગ ઉંઘતુ જોવા મળી રહ્યું છે.

કલ્યાણપુર તાલુકામાં પશુઓમાં ગંભીર મનાતો રેડ યુરીન નામનો રોગચાળો બેકાબુ બન્યો છે.આ રોગથી પશુમાં મળમુત્રમાં લોહી વહે છે અને પશુ ઘાસ ખાવાનું પણ બંધ કરે છે.પરિણામે પાંચ-છ દિવસમાં મૃત્યું નિપજે છે.કલ્યાણપુરના ભાટુડીયા,સોઇનેશ ભાટિયા અને કુરંગા તેમજ ભોગાત અને બામણાસા સહિતના ગામમાં ટપોટપ ભેંસો આ રોગનો ભોગ બનતા મૃત્ય પામવા લાગી છે. છેલ્લા પાંચ જ દિવસમાં આ પંથકમાં 162 ભેંસોના મોત નિપજ્યા છે.

રોગનું નિદાન કરવા જામનગરથી ટીમ બોલાવી છે
વેટરનીટી ઓફીસર દ્વારા જાણ થઇ છે, જામનગર વિભાગમાં જાણ કરી નિદાન કરવા ટીમો બોલાવી છે.અને જરૂરિયાત તમામ પ્રકારની દવાઓ ગામડે-ગામડે પહોંચાડાશે. > ડો. કિરીટ પટેલ,પશુપાલન અધિકારી, દ્વારકા.

એક બાદ એક ભેંસો મરવા લાગી છે
ભેંસને રેડ યુરીન થતા ખાવાનું છોડી દે છે.અને બે ચાર દિવસમાં મૃત્યું પણ પામે છે.અમારે બે દિવસમાં ચાર ભેંસો મરી ગય છે.પશુપાલન વિભાગ સહાય આપે તેવી માંગ છે.> ચાવડા રાજુભાઇ,માલધારી

હજુ સુધી તંત્ર ગામમાં ફરક્યુ નથી
પશુઓમાં આટલો ગંભીર રોગચાળો ફાટી નિકળ્યો છે.છતા પણ આજદીન સુધી તંત્રના અધિકારીઓ પરિસ્થિતિ જાણવા ફરક્યા પણ નથી. > વારોતરીયા લખમણભાઇ, માલધારી.

ટપોટપ ભેંસના મોતથી લાખોની ખોટ
અમે ભેંસોનું દુધ વહેચી પરિવારનું ગુજારાન ચલાવતા હોય તેવા સમયે આ રોગથી લાખોની કિંમતની ભેંસો મરી જતા લાખોની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. > રામશીભાઇ કંડોરીયા, માલધારી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો