તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણાંતિકા:વસઈમાં 80 ફૂટ ઊંડા કૂવામાં અકસ્માતે પડી જતાં યુવાનનું મોત, સ્થાનિક લોકોના મૃતદેહ બહાર કાઢવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા, બનાવ અંગે પોલીસની તપાસ

દ્વારકા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 60 ફૂટ પાણીથી ફાયરના જવાનોને મૃતદેહ કાઢવામાં ભારે મુશ્કેલી પડી

દ્વારકા તાલુકાના વસઇ ગામે 80 ફુટ ઉંડા કૂવામાં પડી જતાં યુવાનનું મોત નિપજયું હતું. સ્થાનિક લોકોના મૃતદેહ બહાર કાઢવાના પ્રયાસ નિષ્ફળ નિવડયા હતાં. કૂવામાં 60 ફુટ પાણીથી ફાયરના જવાનોને પણ મૃતદેહ કાઢવામાં મુશ્કેલી પડી હતી. દ્વારકાના વસઇ ગામે ખેતરના ઉંડા કુવામાં રામલભા કાનાભા જામ નામનો 30 વર્ષનો યુવાન અકસ્માતે પડી જતા મોતને ભેટ્યો હતો. કુવાની ઉંડાઇ 80 ફુટ અને તેમાં 60 ફુટ પાણી ભરેલું હોવાથી યુવાનનો મૃતદેહ નીચે પેટાળમાં ભરાઇ ગયો હતો.

સ્થાનિક લોકોએ મૃતદેહને બહાર કાઢવા પ્રયાસો કર્યા હતાં. પરંતુ સફળતા મળી ન હતી.બનાવની જાણ થતાં દ્વારકા નગરપાલિકા ફાયર ટીમ દોડી આવી હતી. ફાયર ટીમના વિધાભા કેર તથા પ્રવિણભાઈ કાપડીએ ખુબ જહેમત બાદ યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો