અસર:કોરોના મહામારીના કારણે અધિક માસમાં દ્વારકા જગત મંદિરે શ્રદ્ધાળુઓની પાંખી હાજરી

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જગવિખ્યાત જગત મંદિર સુમસામ બન્યું - Divya Bhaskar
જગવિખ્યાત જગત મંદિર સુમસામ બન્યું
  • ગોમતીમાં સ્નાનનું વિશેષ મહત્વ છતાં જૂજ ભાવિકો, સ્થાનિકો દ્વારા ઘેર કાંઠપૂજા

પૂર્ણ પૂરષોતમ મહીનો દર ત્રણ વર્ષે એક વખત આવતો હોય અને તેમાં ભગવાન શ્રીકૃષ્ણની ભકિતનું સવિશેષ મહત્વ હોવા છતાં કોરોના મહામારીના કારણે અધીક મહિનાના પ્રારંભે દ્વારકા જગતમંદિરે શ્રધ્ધાળુની પાંખી હાજરી જોવા મળી હતી. ગોમતીમાં સ્નાનનું વિશેષ મહત્વ છતાં જૂજ ભાવિકો જોવા મળ્યા હતાં. જયારે સ્થાનિકો દ્વારા ઘેર કાંઠપૂજા કરવામાં આવી હતી. ભાવિકોની ભીડના બદલે જનમેદનીના અભાવે જગતમંદિરનું પટાંગણ સુનુસુનુ જોવા મળ્યું હતું.

શુક્રવારથી પુરષોત્તમ મહીનાની શરૂઆત થઈ છે. પરષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવતો હોય આ મહીનામાં દાન, પુણ્ય તથા સેવાપૂજાનું વિશેષ મહત્વ છે. પરંતુ કોરોનાના કહેરના કારણે દ્વારકાના જગત મંદિર પર શ્રધ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી.

વર્ષ દરમિયાન જે ઉત્સવો ઉજવવામાં આવે છે, તે તમામ ઉત્સવો તેની તિથિ મુજબ અધીક મહિનામાં ઉજવવામાં આવે છે. આ તમામ ઉત્સવો ખુબ ધામધૂમથી ઉજવાતા હોય છે, પરંતુ હાલ કોરોના મહામારીના કારણે આ તમામ ઉત્સવો ફીકા લાગી રહ્યા છે. અધીક મહીનાની શરૂઆતથી જ જગતમંદિરના પટાંગણમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ શુક્રવારે ભાવિકોની પાંખી હાજરીથી પટાંગણ સુનુસુનુ જોવા મળ્યું હતું. ગોમતીધાટ પર મોટીસંખ્યામાં લોકો સ્નાન કરવા આવતા હોય છે. પરંતુ તેના બદલે એકલ દોકલ સ્થાનિક લોકો જોવા મળ્યા હતાં. ગોમતીધાટ પર કાંઠપૂજા કરવામાં આવે છે પરંતુ કોરોનાના ભયથી લોકો આ પૂજા ધરે કરાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...