તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ખુશી:જગતમંદિરમાં આજથી આરતી સમયે દર્શનાર્થીઓને પ્રવેશ મળશે

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • આરતી સમયે જગતમંદિરમાં દર્શનાર્થીઓને પ્રતિબંધ હતો

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિર કોરોના વાયરસના લીધે અઢી માસ સુધી બંધ રહ્યું હતું. જે બાદ તંત્ર દ્વારા સોશિયલ ડીસ્ટન્સિંગ જાળવવાના નિયમો સાથે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું મૂકયું હતું. જો કે આ સમય દરમિયાન પણ દર્શનાર્થીઓને આરતી સમયે પ્રવેશ પર પ્રતિબંધ તો હતો . જે પ્રતિબંધ આજથી હટાવી લેવાયો છે. આજથી જગત મંદિરમાં આરતી સમયે પણ દર્શનાર્થીઓને નિયમો સાથે પ્રવેશ મળશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં કોરોનાવાયરસ ની મહામારીના લીધે આરતી સમયે દર્શનાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ હતો. માત્ર પૂજારી પરિવાર દ્વારા જગત મંદિરમાં ભગવાન કાળીયા ઠાકરની આરતી કરવામાં આવતી હતી. જે આરતીના દર્શનાર્થીઓ ઓનલાઇન દર્શન કરતા હતા. તંત્ર દ્વારા આજથી જગત મંદિરમાં મંગલા આરતી, શૃંગાર આરતી,સંધ્યા આરતી, શયન આરતી સમય દર્શનાર્થીઓને પણ પ્રવેશ આપવાની છૂટ આપી છે. નિયમોનું ચુસ્તપણે પાલન કરી ભક્તો આરતી સમયે જગત મંદિરમાં જઈ શકશે. મંદિરમાં આરતી સમયે પ્રવેશની છુટથી ભકતોમાં ખુશી વ્યાપી ગઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો