તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:દ્વારિકાધીશના યજમાન પદે 18મીથી વિષ્ણુયજ્ઞ, એક મહિના સુધી ચાલશે

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ કલ્યાણ માટે દેવભૂમિ દ્વારકામાં ધાર્મિક કાર્યક્રમ આયોજીત કરાયો

દ્વારકાની પવિત્ર ભૂમિ પર દરરોજ અનેક ધાર્મિક કાર્યક્રમો થતા રહે છે.આવા શુભ કાર્યક્રમમાં એક વધુ સુંદર કાર્યક્રમ દ્વારકાની પાવન ભૂમિ પર થવા જઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામિ ગોવિંદપ્રસાદજી દ્વારા ચાલી રહેલા અધિકમાસમાં સર્વે ભૂમિ પરથી કોરોના માહામારી નાબુદ થાય અને વિશ્ર્વ કલ્યાણઅર્થે નવનિર્માણ થઈ રહેલી આશ્રમમાં વિષ્ણુ મહાયજ્ઞ તા.18.09.20 થી શરૂ થશે જે એક મહિનો સુધી ચાલશે.

વિષ્ણુ યજ્ઞમાં લોહાણા જ્ઞાતિના મનસુખભાઇ બારાઇ તથા દ્વારકા લોહાણા જ્ઞાતિ પ્રમુખ રસીકભાઇ દાવડાના હાથે કળશ પુજા કરવામાં આવી હતી.પૂજામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા સમાજના શ્રેષ્ઠીઓએ હાજરી આપી હતી.આ વિષ્ણુયજ્ઞ આખો અધિકમાસ દરમિયાન ચાલશે.

દુરથી આવનાર હરિભક્તો માટે રહેવાની તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.કોરોના મહામારી ચાલી રહી હોય સરકારની ગાઇડલાઇન પ્રમાણે શોશીયલ ડિસ્ટન્સનું પાલન કરી યજ્ઞમાં બેસવા દેવામાં આવશે.યજ્ઞમાં મુખ્ય યજમાન ભગવાન દ્વારકાધીશને બનાવવામાં આવ્યા છે.યજ્ઞ માટે મહાકાય સમીયાળુ તૈયાર કરવામાં આવી રહ્યું છે.આ યજ્ઞ સવારના નવ કલાકે શરૂ થઈ બપોરના બાર સુધી અને બપોરના ત્રણ વાગ્યાથી લઇને સાંજના સાત વાગ્યા સુધી ચાલશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો