મોજપ ચરસ કેસ:વાછુનો પત્રામલભા પણ પકડાયો

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય શખસોના રિમાન્ડ મેળવવાની તજવીજ

દ્વારકાના મીઠાપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઘુસ્યો હોવાથી એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે મીઠાપુર નજીક મોજપ ગામમાં ઓપરેશન પાર પાડી મોજપ પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા આશાર્યાભા ગગાભા હાથલ અબ્બાસ સુરા નામના શખસ પાસેથી 6 કિલો 736 કિલોનું ચરસ કિંમત રૂ.10,10,300ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.બન્ને શખસોની પુછપરછમાં પોલીસને અન્ય એક શખસ દ્વારકાની વાછુ ગામની સીમમાં રહેતા પત્રામલભા નાયાણીનું પણ નામ ખૂલતા જે શખસ ફરાર હતો.પોલીસે ચરસનો જથ્થો જપ્ત કરી શખસો સામે એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર શખસને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા,દરમિયાન ફરાર પત્રામલભા પણ હાલ પોલીસ સકંજામાં આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...