વેક્સિનેશન:દેવભૂમિમાં આજે 38 હજારથી વધુ નાગરિકોનું રસીકરણ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડ્રાઇવ અંતર્ગત આજે અંદાજીત ૧૭૨ જેટલા કોવિડ વેક્સિનેશન સેન્ટર અને ૧૯ કોવિડ વેક્સિનેશન મોબાઈલ વાન મળી ૧૯૧ વેક્સિનેશન કેન્દ્રો મારફતે ૩૮,૦૦૦ થીવધુ નાગરીકોનું વેક્સિનેશનની કામગરી હાથ ધરાશે જિલ્લામાં અત્યાર સુધી ૭૬.૫૯ ટકા વેક્સિનેશનની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.

જિલ્લા સેવા સદ્દન ખાતે કલેક્ટર એમ.એ.પંડ્યા અધ્યક્ષસ્થાને તા.૧૭ સપ્ટેમ્બર યોજાનાર “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમ અન્વયે સમગ્ર જિલ્લામાં યોજાનાર મેગા વેક્સિનેશન ડ્રાઈવ સંદર્ભે પ્રેસમીટ કરી જણાવ્યું હતું કે,“ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમ અન્વયે સમગ્ર જિલ્લામાં મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજીત ૧૭૨ જેટલા કોવિડ વેક્સિનેશન સેન્ટર અને ૧૯ કોવિડ વેક્સિનેશન મોબાઈલ વાન મળીને કુલ ૧૯૧ વેક્સિનેશન કેન્દ્રો થકી જિલ્લામાં ૩૮,૦૦૦ થીવધુ નાગરીકોનું વેક્સિનેશનનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે.

દ્વારકા તાલુકામાં ૨૫ સ્ટેટીક સેશન,૩ મોબાઈલ સેશન દ્વારા ૭,૫૦૦, કલ્યાણપુર તાલુકામાં ૫૪ સ્ટેટીક સેશન અને ૬ મોબાઈલ સેશન દ્વારા ૧૭,૦૦૦, ખંભાળીયા તાલુકામાં ૬૦ સ્ટેટીક સેશન અને ૫ મોબાઈલ સેશન દ્વારા ૧૪,૦૦૦ અને ભાણવડ તાલુકામાં ૩૩ સ્ટેટીક સેશન અને ૫ મોબાઈલ સેશન દ્વારા૬,૫૦૦ મળીને અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં ૧૭૨ સ્ટેટીક સેશન અને ૧૯ મોબાઈલ સેશન મળીને કુલ ૧૯૧ સેશન દ્વારા ૪૫,૦૦૦ નાગરીકોને કોવિડ વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

દ્વારકા તાલુકામાં ૭૧.૨૬ ટકા, કલ્યાણપુર તાલુકામાં ૮૨.૦૯ ટકા, ખંભાળીયા તાલુકામાં ૭૩.૮૮ ટકા અને ભાણવડ તાલુકામાં ૮૧.૬૦ ટકા મળીજિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૭૬.૫૯ ટકા વેક્સિનેશન કામગીરી પુર્ણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...