તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:દ્વારકામાં વિદેશ અભ્યાસ અર્થે જતા છાત્રો માટે વેક્સિનેશન

દ્વારકા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિદેશમાં અભ્યાસ અર્થે જનાર વિધાર્થીઓ માટે વેકસીનેશનની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે.જેમાં ખંભાળિયા,ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર ખાતે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લાના અભ્યાસ અર્થે વિદેશ જતાં વિદ્યાર્થીઓ કે જેમણે અગાઉ કોવિડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે અને હાલ 84 દિવસ પુરા નથી થયા તેવા વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિદેશ પ્રવાસમાં કોઇ અડચણ ઉભી ન થાય એ અંગે આવા વિદ્યાર્થીઓ માટે બીજા ડોઝની વેકસીન લેવા માટે ચાર તાલુકા મથક ખાતે અર્બન હેલ્થ સેન્ટર-ખંભાળીયા, નગરપાલિકા હોલ-ભાણવડ, જયારે દ્વારકા તથા કલ્યાણપુર તાલુકા માટે જે તે તાલુકા હેલ્થ અધિકારીનો સંપર્ક સાધી શકાશે.

વેકસીન માટે વિદ્યાર્થીઓએ વિદેશી યુનિવર્સીટીનો એડમીશન પત્ર, જે દેશમાં અભ્યાસ માટે જનાર હોય ત્યાંના માન્ય વિઝા, પાર્સપોર્ટ વગેરે આધાર પુરાવા રજુ કરવાના રહેશે.જો, કોઇપણ મુશ્કેલી જણાય તો જિલ્લા કક્ષાના ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંન્ટ્રોલરૂમ(02833 232125, 232084) પર સંપર્ક કરી શકાશે.તાલુકા કક્ષાએ સબંધિત મામલતદાર કચેરીના કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...