તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:દ્વારકા જિલ્લામાં સર્વે કરી શરદી, ઉધરસ, તાવની બીમારીથી પીડિત બાળકોની નોંધ કરવા તાકીદ

દ્વારકા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સંભવીત ત્રીજી લહેરના ભાગરૂપે બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પુર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા પંચયાતનાં સભાખંડમાં ગુજરાત રાજય બાળ સંરક્ષણ આયોગ સચિવ પી.બી.ઠાકરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં સચિવે જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરી શરદી, ઉધરસ, તાવની બીમારીથી પીડીત બાળકોની નોંધ કરવા તાકીદ કરી હતી.

બાળ સંરક્ષણ આયોગના સચિવે બેઠકમાં જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી અને બીજી લહેરમાં બાળકો ઓછા સંક્રમિત હતા. ત્રીજી લહેર બાળકો માટે અતિ ધાતક છે. આથી ઘરે-ઘરે જઈને સર્વે કરી શરદી, ખાંસી, તાવ, થેલેસીમીયાની બીમારીઓથી પીડીત બાળકોની નોંધ કરવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે બાળકોને ઝડપથી અને તાત્કાલિક સુવિધા મળી રહે તે માટે ગામે-ગામે આરોગ્ય અધિકારી, બાળ સુરક્ષા અધિકારીઓના નંબરોના પોસ્ટર લગાવવા સૂચના આપી હતી.

કોરોનાની મહામારીમાં જે બાળકોએ માં-બાપ તથા માં-બાપમાં થી કોઈ એકને ગુમાવેલા બાળકો માટે રાજય સરકાર દ્વારા બાળ સેવા યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. આ યોજના અન્વયે નિરાધાર બનેલા આવા બાળકોને આર્થિક રીતે સહાય મળી રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે તેમ ઉમેર્યું હતું.

બેઠકમાં ગુજરાત રાજય બાળ સંરક્ષણ આયોગના કાયદાકીય સલાહકાર દીપકભાઇ જોષીએ નિષ્ણાતોનું માનવું છે આગામી સમયમાં ત્રીજી લહેર આવવાની શક્યતા છે. જે લહેર બાળકો માટે અતિ જોખમરૂપ સાબિત થશે તેમ જણાવી બાળકોને જોખમ માંથી ઉગારવા માટે રાજ્યના બાળ સંરક્ષણ આયોગ દ્વારા રાજ્યભરના 2251 તાલુકામાં 18 થી વધુ બેઠકો યોજી છે તેમ જણાવ્યું હતું.

તેમણે હવે દરેક નાગરિકની ફરજ બને છે કે હવે પછીની જે ત્રીજી લહેર આવવાની છે તેમાં આપણે કોઈ પ્રકારની બેદરકારી ન રાખવા માટે તાલુકા પંચાયતના પ્રમુખોને અનુરોધ કર્યો હતો. તદઉપરાંત ગામના સરપંચો, શિક્ષકો, આશાવર્કરોને મારું ગામ કોરોના મુક્ત ગામ, મારું બાળક કોરોના મુક્ત બાળક બને તેવા સ્લોગન અપનાવવા જોઈએ તેમ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...