વિમાસણ:બોકસાઈટ ક્ષેત્રના 25 હજાર મજૂર બેકારી ભણી, દ્વારકા જિલ્લામાં લગભગ 100 કપોલા અને 50 કારખાનાને પણ તાળા લાગ્યા

દ્વારકા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​બ્લોકના નિયમોમાં સુધારાની માંગ ઉઠી, વાઈબ્રન્ટ સમિટમાં ઠોસ જાહેરાતનો આશાવાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટ્રાન્સપોર્ટ સહિતના બોકસાઇડ ક્ષેત્રે સંકળાયેલા લગભગ 25 હજાર જેટલા લોકો સરકારની નિતિના કારણે બેકાર બન્યા હોવાનો આક્રોશ દર્શાવી સરકાર વાઇબ્રન્ટ સમિટમાં કોઇ ઠોસ જાહેરાત કરે તેવી આશા સ્થાનિક લોકો, ઉઘોગગૃહો રાખી રહયા છે. ખંભાળિયા અને કલ્યાણપુર પંથકના 30 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી હજારો લોકો બોકસાઇડ ઉઘોગમાં ખનિજ ઉત્પાદનના માધ્યમ થકી રોજીરોટી મેળવી રહયા છે.

પરંતુ લીઝધારકોની જમીનમાં જથ્થો ખાલી થઇ જતા લીઝો બંધ પડી છે,પરંતુ ગ્રામ્ય પંથકમાં હજારો હેકટર જમીનોમાં વિપુલ જથ્થો ઉપલબ્ધ છે જેથી ખેડુતો અને ઉઘોગગૃહોએ કેન્દ્ર અને રાજય સરકારની નવી નિતી મુજબ બ્લોકની અરજી કરી છે. જેની ફાઇલો ગાંધીનગરમાં લાંબા સમયથી કોઇ કારણોસર આગળ વધતી નથી.જેનો તાત્કાલિક અસરથી નિકાલ થાય તે જરૂરી છે.જો એકથી બે હેકટર ધરાવતા જમીનધારકોને પણ બ્લોક કરી લીઝની મંજુરી આપવામાં આવે તો ઓછી જમીનના માલિકોને પણ તેનો લાભ મળે.રાજય અને કેન્દ્ર સરકારને પણ કરોડોની રોયલ્ટીના રૂપિયાની આવક થઇ શકે.

જિલ્લામાં મળી આવતા બોકસાઇડની વિદેશમાં નિકાસ પ્રક્રિયા પણ બંધ પડી છેજેના કારણે સરકારને લગભગ 500 કરોડ વાર્ષિક વિદેશી હુંડીયામણની પણ નુકશાની થઇ રહી છે. આથી આ પ્રશ્ને ચુંટાયેલા પ્રતિનિધિઓ સરકાર સમક્ષ ઠોસ રજુઆત કરે તે પણ જરૂરી બન્યુ હોવાના પ્રત્યાઘાતો બોક્સાઈટ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાંથી સાંપડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...