તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:દ્વારકાના જિલ્લામાં ઉ.મા. શાળાના ૨૫ શિક્ષણ સહાયકને નિમણૂંક હુકમ

દ્વારકા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતર મહિલા ઉમેદાર અને આઠ પુરૂષ ઉમેદવારનો સમાવેશ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીનાના હસ્તે જિલ્લામાં ૧૭ મહિલા ઉમેદવાર અને ૮ પુરુષ ઉમેદવાર મળીને કુલ ૨૫ ઉમેદવારોને ભલામણ પત્ર અને નિમણૂંક હુકમ એનાયત કરાયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને ભલામણ પત્ર અને નિમણૂંક હુકમ એનાયક કરવા માટે જિલ્લા સેવા સદન ખાતે સ્થિત સભાગૃહમાં વીડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીનાના હસ્તે જિલ્લામાં ૧૭ મહિલા ઉમેદવાર અને ૮ પુરુષ ઉમેદવાર મળીને કુલ ૨૫ ઉમેદવારોને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને ભલામણ પત્ર અને નિમણૂંક હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.

જિલ્લામાં અર્થશાસ્ત્ર ૮, કોમર્સ ૬, અંગ્રેજી ૪, હિન્દી ૨, ગુજરાતી ૧, જીવવિજ્ઞાન ૧, સાયકોલોજી ૧, સંસ્કૃત ૧, સમાજશાસ્ત્ર ૧ મળી વિષય પ્રમાણે 25 પસંદગી પામેલા શિક્ષકોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રેરણાદાયી ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ભવિષ્યની પેઢીને ઘડવા માટે કોરોનાના સંક્રમણ વચ્ચે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

આપણી સંસ્કૃતિમાં શિક્ષકોને ભગવાન સમાન ગૂરૂનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. કોરોનાની આવી કપરી પરિસ્થિતિમાં પણ શિક્ષકો તંત્ર સાથે ખભેખભો મિલાવી અસાક્ષરને સાક્ષર બનાવવાનું ઐશ્વર્યનું કાર્ય કરી રહ્યાં છે.રાજ્યના િશક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોના કાળમાં પણ સતત કાર્યશીલ રહી છે, ત્યારે આવા સમયે પણ શિક્ષણ સહાયકોની નિમણૂંક કરવાની આ અવિરત કાર્યને રાજ્ય સરકારે પૂર્ણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...