ઉત્સવ:દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજી સાથે તુલસીજીના વિવાહ યોજાયા

દ્વારકા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિર પરિસરમાં સોમવારે રાત્રે તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો હતો જેના દૂર દૂરથી આવેલા ભાવિકગણે દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. - Divya Bhaskar
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિર પરિસરમાં સોમવારે રાત્રે તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો હતો જેના દૂર દૂરથી આવેલા ભાવિકગણે દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી.
  • દેવઉઠી અગિયારસના દ્વારકાધીશ મંદિર પરિસરમાં ઉજવણી

સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં કારતક સુદ અગીયારસને દેવઉઠી એકાદશી પર્વે પરંપરાગત તુલસી વિવાહ ઉત્સવ યોજાયો હતો.જે અંતર્ગત સાંજે ભવ્ય વરઘોડા બાદ રાત્રે જગતમંદિર પરીસરમાં ઠાકોરજી સાથે તુલસીજીનો લગ્ન ઉત્સવ ઉજવાયો હતો. કારતકસુદ એકાદશી વિવિધનામે ઓળખાય છે. જેને તુલસી વિવાહના નામથી પણ પ્રચલિત છે. અગીયારસથી સતત ચાર માસથી શયન કરી રહેલા ભગવાન દ્વારકાનાથને જગાડવામાં આવે છે. જેથી આજના દિવસે દેવઉઠી અગીયારસ તરીકે ઉજવવામાં આવે છે.

આજના દિને દેવી તુલસીના ભગવાન દ્વારકાનાથ સાથે લગ્ન ઉત્સવ સાથે સંસારના તમામ શુભ કાર્યોની શરૂઆત કરાઇ છે.મંદિરોમાં શેરડીના મંડપો બાંધવામાં આવ્યા હતા. તેમા દીવા પ્રવજલ્લીત કરીને શ્રીજીના વિવાહ માતા તુલસી સંગ કરવામાં આવ્યા. મંદિરમાં આજના પર્વે વિશેષ તુલસીજી ચઢાવવાનો મહીમા છે. તુલસીમાતાને સૌભાગ્યવતી શુંગાર કરી શાલીગ્રામની સાત પ્રદીક્ષણા કરવામાં આવે છે. જગતમંદિરમાં ગોપાલલાલજી સાથે તુલસીજીના વિવાહનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. જેમાં સવારે ગ્રહશાંતી કરાવવામાં આવી ત્યારબાદ સાંધ્યસમયે રાણીવાસમાં બિરાજીત ગોપાલલાલજીને વરરાજાના શ્રૃંગાર ધારણ કરાવીને દ્વારકાનગરીમાં વરઘોડો નિકળ્યો હતો.

રાત્રીના સમયે પરંપરાગત વિધિવિધાન દ્વારા જગતમંદિરના પટાંગણમાં ભગવાન સાથે તુલસીજીના વિવાહ વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરના સેવાયતો દ્વારા અને પુજારીપરીવાર દ્વારા વિવાહ ઉત્સવ સ્પંપન્ન કરાવવામાં આવ્યા હતા. અને જગતમંદિરમાં તુલસીવિવાહના દર્શન ભક્તોએ કરી અને ધન્યતાની લાગણી અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...