તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમાધમી:દ્વારકા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રથમ વખત જામશે ત્રિ-પાંખિયો જંગ

દેવભૂમિ દ્વારકા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગત ચૂંટણીમાં ભાજપને 9, કોંગ્રેસને 7 સીટ મળી હતી, આ વખતે બધા માટે કટોકટી
 • ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ ઝંપલાવતા રાજકીય ગરમાવો

દ્વારકા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રથમ વખત ત્રિપાંખિયો જંગ ખેલાશે. કારણ કે, ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ચૂંટણીમાં ઝંપલાવતા ભારે રાજકીય ગરમાવો આવ્યો છે. ગતવર્ષે 16 માંથી ભાજપને 9 અને કોંગ્રેસને 7 સીટ મળી હતી.

દ્વારકા તાલુકા પંચાયતની વર્ષ-2016 ચૂંટણીમાં કુલ 16 બેઠકોમાંથી ભારે રસાકસી બાદ ભાજપને 9 અને કોંગ્રેસને 7 સીટ મળી હતી. પરંતુ આ વર્ષે ભાજપ - કોંગ્રેસ અને પહેલી વખત આમ આદમી પાર્ટીના 6 ઉમેદવારોએ દ્વારકા તાલુકા પંચાયતની સીટ માં પોતાનું ફોર્મ ભરતા તાલુકામાં રાજકીય ગરમાવો આવ્યો છે. આટલું જ નહીં ત્રિપાંખિયા જંગમાં વિજય બનવા દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા તાલુકા પંચાયતની 6 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું છે. જેમાં મોજપ બેઠક પર જખરાભા ભાયાભા કેર, ભીમરાણામાં સેજલબેન મહેશભાઈ રોશીયા, ટુંપણીમાં અમરબેન વેરશીભા ચાનપા, ગઢેચીમાં મુરાભાઈ ચાનપા, વસઈમાં દેવુભા ખિરાજભા કેર, ગોરીયારી બેઠક પર રામાભાઈ કરણાભાઈ છુછરે ફોર્મ ભર્યું છે. આ ચૂંટણીમાં બધા માટે કટોકટીભર્યો માહોલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો