તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શિવરાજપુર બીચ:દેશ-વિદેશના પર્યટકો દ્વારકા પાસે બીચની મજા માણી શકશે

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એશિયાનો બીજા નંબરનો બીચ જાહેર
  • શિવરાજપુર કિનારે આંતરરાષ્ટ્રીય કક્ષાનો બ્લૂ ફ્લેગ બીચ વિકસાવાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા નજીક શિવરાજપુરના સમુદ્ર કિનારે વિશાળ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બ્લુ ફ્લેગ બીચ વિકસ્યો છે.જ્યાં પર્યટકો વિશ્રામ નિવાસ કરીને દરિયાઇ પ્રકૃતિનો આનંદ માણી શકશે. ભારત સરકાર દ્વારા વલ્ડ બેંક પ્રાયોજિત ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ-ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અન્વયે શીવરાજપુરના દરિયાની પસંદગી કરવામાં આવી છે. હાલ આ બીચ પર હજારોની સંખ્યામાં પર્યટકો મુલાકાતે આવી રહ્યા છે. વિશ્વમાં હાલ 75 જેટલા બીચ આવેલા છે. જ્યારે 76મા અને એશિયાના બીજા બીચ તરીકે દ્વારકાના શિવરાજપુર બીચની ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે.

હાલ શીવરાજપુર બીચ પરથી બાવળો હટાવીને બીચ વિકસાઇ રહ્યો છે. જે બીચને એશિયાનો બીજા નંબરનો બીચ જાહેર કરવામાં આવ્યો છે. શિવરાજપુર બીચમાં વિશાળ સમુદ્ર કિનારો સાથે સાથે મનભરીને બોટીંગ, સ્કુબા ડ્રાઇવિંગ, દરિયાના છીંછરા પાણીમાં સ્નાન, હોર્સ રાઇડીંગ, સેન્ડ રીક્ષા ડ્રાઇવીંગ જેવી સુવિધાઓ બીચ પર તૈયાર કરવામાં આવી છે. બીચ પર ટોયલેટ,બાથરૂમ,જોગીંગ ટ્રેક અને ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે સહિતની સુવિધા વિકસાવવામાં આવી છે.

બીચ ઓથોરિટીના માપદંડોનો સમાવેશ
વન અને પર્યાવરણ અને ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રાલય દ્વારા દ્વારકાના શિજરાજપુરની પસંદગી કરવામાં આવી છે.બીચ ઓથોરિટી દ્વારા માન્ય કરાયેલા માપદંડો અનુસાર બ્લુ ફ્લેગ બીચ એ આંતર રાષ્ટ્રિય સ્તરનું સર્ટિફિકેટ છે. જે સર્ટિફિકેટ લંડન સ્થિત ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ એજ્યુકેશન દ્વારા આપવામાં આવે છે.જે શિવરાજપુરને આપવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો