દેવભૂમી દ્વારકા જીલાના મીઠાપૂરમાં ટાટા કેમિકલ્સના મેઇન ગેટની સામે વર્ષો જૂના હનૂમાનજી મંદિરનો જીણોદ્રાર કરાયો છે. નવનિમિત ચમત્કારી હનૂમાન મંદિરના પટાંઞણમાં તા.16ને શનિવારે હનૂમાન જન્મોત્સવના પાવન પર્વે મારૂતિયાગ પ્રાણપ્રતિષ્ઠા મહામહોત્સવનુ આયોજન કરવામા આવેલ છે.
જેમા શનિવારે હનૂમાન જયંતિના દિવસે શોભાયાત્રા સવારે 8:00 વાગ્યે યોગેશભાઇ ફલઙીયાના ઘરેથી ગોવિદસ્ટૂઙીયો વાળા વિજયભાઇના ઘરની સામે કેવલ હોન્ઙા શો રૂમ પાસે સૂરજકરાઙીથી નિકળી સૂરજકરાઙી સત્યમ સિનેમાથી હાઇવે રોઙ નવનીત હોટલથી રેલ્વેફાટકથી મીઠાપુર રેકઙીબજારથી ઝંઙા ચોકથી ચમત્કારી હનૂમાનજી મંદિર ટાટા કંપનીના મેઇન ગેટ સામે પુર્ણ થશે.જે બાદમા પ્રભૂ પ્રસાદી સવારે 11:00 વાગ્યાથી નિજ સ્વરૂપ પર મહાઅભિષેક,કળશ પૂજાન, કળશ સ્થાપના, કળશ પર મહાઅભિષેક, મૂતિઁ સ્વરૂપ બિરાજમાન, મહાઆરતી , અન્નકૂટ દશઁન, આશીવઁચન, પૂણૉહુતિ તેમજ રાત્રે નવ વાગ્યે રામધૂન રાખવામાં આવી છે.
મીઠાપૂર-સૂરજકરાઙી-આરંભઙા-ભીમરણા-ઓખા-દવારકા આજૂ બાજૂના ગામોની સવઁ ધમઁપ્રેમી જનતાને હાજરી આપીઐતિહાસિક મહામહોત્સવનો લાભ લેવા તેમજ ઉત્સવની શોભા વધારવા ચમત્કારી હનૂમાનજી મંદિર કમિટી-મીઠાપૂર દ્વારા ભાવિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.