અકસ્માત:બેટદ્વારકામાં અવકાશી વીજળી પડતા ત્રણ ઘાયલ

દ્વારકા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોટમાંથી પાણી કાઢતા સમયે બનેલ બનાવ

દ્વારકા પંથકમાં સતત ત્રણ દિવસથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદથી લોકોમાં વીજળી પડવાનો ભારે ભય સતાવી રહ્યો છે.જિલ્લામાં અત્યાર  સુધછમાં વીજળી પડવાથી ચાર માનવ અને 20 જેટલા પશુઓના મોત પણ નિપજ્યા છે.ત્યારે બેટદ્વારકામાં બોટમાંથી પાણી કાઢી રહેલા ત્રણ યુવકો પર અવકાશી વીજળી ત્રાટકતા ઇજાગ્રસ્ત થતા તાત્કાલીક 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતાં.

દ્વારકા જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદથી લોકો ભયભીત જોવા મળી રહ્યા છે. દ્વારકાના બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં માછીમાર ત્રણ યુવકો બોટમાં ભરાયેલ પાણી બહાર કાઢી રહ્યા હતાં.જે સમયે અચાનક જ અવકાશી વીજળી પડતા અજીજ ચમડીયા (ઉ.વ.20) અને જુસુફ આરીફભાઇ (ઉ.વ.30) તથા ઇજાજ જુનુજભાઇ (ઉ.વ.22) પર અચાનક વિજળી પડતા ત્રણેય યુવકો  ધાયલ થયા હતા વીજળી ત્રાટકતા ઇજાગ્રસ્ત થયેલ ત્રણેય યુવકોને તાત્કાલીક સારવાર આપવા માટે 108 દ્વારા દ્વારકા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...