તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખતરો:સોનમતી ડેમમાં હજારો માછલીના મોત

દ્વારકા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
મૃત માછલીઓ ન હટાવાતા આસપાસનું વાતાવરણ દુર્ગંધમય બન્યું - Divya Bhaskar
મૃત માછલીઓ ન હટાવાતા આસપાસનું વાતાવરણ દુર્ગંધમય બન્યું
 • ભાણવડ તાલુકાના જળાશયમાં પાણીની સપાટી નીચે ઉતરતા બનેલી ઘટનાથી ચોખંડા, જામપરમાં ભીતિ
 • અસહ્ય દુર્ગંધથી લોકો માટે શ્વાસ લેવો બન્યો મુશ્કેલ, રોગચાળાે ફેલાવવાની પણ દહેશત

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચોખંડા અને જામપર ગામ પાસે આવેલા સોનમતી ડેમમાં પાણીની સપાટી નીચે ઉતરતા મોટી સંખ્યામાં માછલીઓ મરી જવાનો બનાવ બન્યો છે. જેના કારણે આજુ-બાજુના ગામોમાં રહેતા લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. કારણ કે આટલા મોટી સંખ્યામાં માછલીઓ મરતા અસહ્ય દુર્ગંધ ફેલાઇ છે. જેથી રોગચાળા ફાટી નીકળવાની પુરેપુરી સંભાવના સેવાઈ રહી છે. હાલ કોરોના મહામારી વચ્ચે જો આ મૃત માછલીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં નહી આવે તો આવતા સમયમાં મહામારી વકરી શકે છે તેવી ભિતી પણ દર્શાવાઇ રહી છે.

આ ડેમ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચોખંડા અને જામપર ગામ પાસે આવેલ સોનમતીનદી પર આવેલ સોનમતી ડેમ આવેલ છે. આ ડેમમાં જામનગર મત્સ્ય ઉદ્યોગ દ્વારા સંચાલન કરવામાં આવે છે. અહી માછીમારી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તથા આ ડેમ માંથી સિંચાઇ માટે પાણી પણ આપવામાં આવે છે. જેમા સિંચાઇ માટે પાણીનો જથ્થો ઉપાડી લેવાતા ડેમમાં પાણીનું સ્તર નીચે થઈ જતા આ માછલીઓ મરી હોવાનું જાણવા મળેલ છે.

સિંચાઈના કારણે પાણીનું સ્તર ઘટતા માછલીના મૃત્યુ થયા
આ ડેમમાં માછીમારી ઉદ્યોગ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા બહાર પડાય છે. હાલ પોરબંદરના હસનભાઇ મંસુરીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેને કોરોના થવાથી હોસ્પિટલ દાખલ હોવાથી ડેમ પર હાજર ન હોય, ડેમમાંથી સીચાંઇ માટે પાણી લેવાતું હોય પાણીનું સ્તર ધટતા માછલીઓ મરી હતી. સ્ટાફ તથા કોન્ટ્રાક્ટરના લોકો દ્વારા મૃત માછલીઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. > જયેશ જોષી, ડેમ સંચાલક અધિકારી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો