તારું તુજને અર્પણ:દ્વારકા જગતમંદિરમાં 11 કિલો ચાંદી અર્પણ લોકડાઉન પછી પ્રથમવાર આટલું મોટું દાન

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકાધીશના ચરણોમાં દુબે પરિવારે ચાંદીના 22 બિસ્કિટ મુક્યા

સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિરમાં ભક્ત પરિવારજનો યથાશક્તિ મુજબ ભગવાન દ્વારકાધિશના ચરણોમાં દાન સ્વરૂપે સોનું,ચાંદી અને રોકડ સહિતનું દાન અર્પણ કરતા હોય છે.કોરોના મહામારીના લીધે છેલ્લા છ મહિનામાં જગતમંદિરમાં દાનની આવક ઘટી રહી હતી.ત્યારે લોકડાઉન બાદ પ્રથમ વખત એક ભક્ત પરિવાર દ્વારા મોટુ દાન કહી શકાય તેમ 11 કિલો ચાંદી અર્પણ કર્યું છે.

દ્વારકા જગત મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે.લોકડાઉન બાદ હવે ધીમે ધીમે ભક્તોની સંખ્યામાં વધારો થાય છે.ભક્તોની મનોઇચ્છા પુર્ણ થતા ભગવાન દ્વારકાધીશના ચરણોમાં સોના,ચાંદીથી લઈને અનેક ભેટ અર્પણ કરતા હોય છે.હાલ ફરી ભક્તોનો ટ્રાફિક પૂર્વવત શરૂ થઈ રહ્યો છે.સોમવારે દ્વારકાધીશના ભક્ત રામ મુરત દુબે અને બદ્રી પ્રસાદ દુબે તથા તેમના પરિવાર દ્વારા 11 કિલો ચાંદી શ્રીજીને અર્પણ કરાઈ હતી.લોકડાઉન પછી કદાચ ભગવાન દ્વારકાધીશ જગત મંદિરમાં આ પ્રથમ વખત આટલુ મોટુ દાન આવ્યુ છે.ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ચાંદીના 22 બિસ્કિટનું દાન કરી દુબે પરિવાર ભાવવિભોર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...