સારવાર:108 દ્વારા મહિલાને રસ્તામાં જ ડિલિવરી કરાવવામાં આવી

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓખા ગામમાં મજૂરી કામ કરતા મહિલાને પીડા ઉપડતા રસ્તામાં પ્રસુતિ કરવામાં આવી

મજૂરી કામ કરતી મહિલાને મોડીરાતે પ્રસુતિની પીડા ઉપડતા 108ને ફોન કરતા તેને હોસ્પિટલ ખસેડતી વેળાએ રસ્તામાં વધુ દુ:ખાવો ઉપડતા 108ના કર્મચારીઓ દ્વારા તેને રસ્તામાં જ પ્રસૃતિ કરાવી મા અને બાળકને સહી સલામત રીતે હોસ્પિટલ પહોચાડયા હતાં.

ઓખા ગામમાં મજૂરી કામ કરતા 30 વર્ષના મહિલા 9 મહિનાના પ્રસૃતા હતી તેમને પીડા ઉપાડતા 108 એમ્બ્યુલન્સમાં મોડી રાત્રે ફોન કર્યો હતો. ઓખા 108માં કેસ મળતા ફરજ પરના ભરતભાઈ.એન. બાંભણિયા તેમજ પાઇલોટ દેવરતભાઈ એચ.વ્યાસ સ્થળ પર દર્દીને લેવા પહોંચી ગયા અને તુરંત દ્વારકા તરફ રવાના થતા રસ્તામાં મહિલાને વધુ પ્રસુતિ ની પીડા ઉપાડતા 108ના ભરતભાઈ દ્વારા રસ્તામાં એમ્બ્યુલન્સ થોભાવી બાળકની ડિલિવરી સલામત રીતે કરાવી અને બાદમાં જરૂરી સારવાર આપીને દ્વારકા સિવિલ હોસ્પિટલમાં માતા અને બાળકને પહોંચાડ્યા હતાં. 108ની કામગીરીને પરીવારજનો અને ગ્રામજનોએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...