તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના સહેજમાં ટળી:દ્વારકામાં સસ્તા અનાજના ગોડાઉનની દીવાલ ધડાકાભેર તૂટી, બે રીક્ષા દબાઈ

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો જૂના ગોડાઉનની તિરાડો પડેલી દીવાલ ધરાશાયી થતાં દોડધામ મચી
  • સદનસીબે રાત્રીના સમયે બનાવ બનતા જાનહાનિ ટળી, સ્થાનિક રહીશોમાં ફફડાટની લાગણી ફેલાઈ

યાત્રાધામ દ્વારકામાં વર્ષો જૂના સસ્તા અનાજના ગોડાઉનની દિવાલ ધડાકાભેર તૂટી પડતા લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. દિવાલના કાટમાળ નીચે બે રીક્ષા દબાઇ ગઇ હતી. સદનસીબે રાત્રીના સમયે બનાવ બનતા જાનહાનિ અને મોટી દુઘર્ટના સહેજમાં ટળી હતી.

દ્વારકામાં વર્ષો પુરાણા ગોડાઉનની દીવાલ એકાએક ધરાશાયી થતાં વેર-વિખેર થયેલો કાટમાળ.
દ્વારકામાં વર્ષો પુરાણા ગોડાઉનની દીવાલ એકાએક ધરાશાયી થતાં વેર-વિખેર થયેલો કાટમાળ.

દ્વારકાના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા વર્ષો જુના સસ્તા અનાજના ગોડાઉનની દિવાલ મંગળવારે રાત્રીના સમયે ધડાકાભેર તુટી હતી. આથી આજુબાજુમાં રહેતા લોકોમાં દોડધામ સાથે ભયનું લખલખું પ્રસરી ગયું હતું. દિવાલ તુટતા તેના કાટમાળ નીચે બે ઓટો રીક્ષા દબાઇ ગઇ હતી. સદનસીબે રાત્રીના સમયે બનાવ બનતા મોટી દુધર્ટના અને જાનહાનિ ટળી હતી. ગોડાઉન વર્ષો જુનુ હોવાથી ક્ષીણ થતા ચારેય દિવાલોમાં મોટી તીરાડો જોવા મળી રહી છે. ત્યારે ગમે તે ધડીએ આ ગોડાઉન જમીનદોસ્ત થવાની ભીતિથી આજુબાજુ રહેતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો