તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ ગરમાયું:ખંભાળિયા પાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મહામંત્રીની ટિકિટ કપાઈ, સગાવાદ દેખાયો

દ્વારકા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ મળતા ભાજપમાં રોષ ફેલાયો
 • કોંગ્રેસે ભાજપી અસંતુષ્ટોને આવકાર્યા
 • કોંગ્રેસ મહિલા પ્રમુખ રાતોરાત ભાજપમાં ગોઠવાઈ ગયા

ખંભાળિયા નગરપાલિકાના ઉમેદવારો ભાજપે જાહેર કરતા જ રાજકારણ ગરમાયું હતું. ભાજપ પ્રથમ 28 બેઠકમાં 26 ઉમેદવારો જાહેર કર્યા હતા. તેમાં કોંગ્રેસ સહિતના આયાતી ઉમેદવારને ભાજપે ટિકિટ આપતા ભારે ઉથલપાથલ થઈ હતી. જ્યારે બીજી બાજુ ભાજપમાંથી દાવેદારી કરનારને ટિકિટ નહી મળતા ગણતરીની મિનિટોમાં જ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસના મહિલા પ્રમુખે રેખાબેન ખેતીયા અને કોંગ્રેસ પાલિકાના પૂર્વ સદસ્ય ઈમ્તિયાઝ ખાન લોદીને ટિકિટના સર્ટિ સોદા સાથે કોંગ્રેસમાંથી ઠેક મારી ભાજપમાં જોડાયા હતા.

આ ઉપરાંત ભાજપે સગાવાદને ટિકિટ નહિ આપવાનો નિયમ કાગળ ઉપર સાઈડમાં રાખી ભૂત પૂર્વ ઉમેદવારોને સગાને ટિકિટ ફાળવી ભાજપની અસંતોષની આગ ઠારી હતી.ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ મહામંત્રી દિનેશ દત્તાણી સહિતના દાવેદારો ટિકિટમાં કપાયા હતા. તેમજ કોંગ્રેસ નગરપાલિકાની ટિકિટ ફાળવણી મુદ્દે ઉમેદવારો ગોતવા માટે ભારે કમર કસવી પડી હતી.

જ્યારે કેટલાક સક્ષમ ઉમેદવારોએ કોંગ્રેસમાં છેલ્લી ઘડીએ ભાજપમાં ટપતા કોંગ્રેસે પોતાની સીટની ઉમેદવારી ભરવા માટે છેલ્લી ઘડીએ ભાજપમાંથી આયાતી ઉમેદવારોને આવકાર્યા હતા. આમ ભાજપ અને કોંગ્રેસમાં સ્થાનિક પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે છેલ્લી ઘડી સુધી ભારે મથામણ કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો