તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજીનો છઠ્ઠી ઉત્સવ

દ્વારકા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળગોપાલને પારણે ઝુલાવી રમકડાંથી લાડ લડાવાયા

જગત મંદિરમાં ભારે ઉત્સાહ-ઉમંગ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. જન્માષ્ટમી પછી 6 દિવસ સુધી ભગવાનને માતા દેવકી પાસે બાળ સ્વરૂપમાં લાડ લડાવાય છે. આ 6 દિવસ દરમ્યાન માતા દેવકીને નવપ્રસૃતા જેમ બાજરાના રોટલા, રાબ, ગોળ સાથે સુવા અજમાંના લાડુ ધરવામાં આવે છે.

બાળ ગોપાલને પારણામાં ઝુલાવી વિવિધ રમકડાંથી લાડ લડાવવામાં આવે છે. જન્મનાં છઠ્ઠે દિવસે સાંજે ભગવાનનો છઠ્ઠી ઉત્સવ ઉજવાયો હતો. એમ માનવામાં આવે છે કે છઠ્ઠીના દિવસે એટલે કે બાળકના જન્મના છઠ્ઠા દિવસે વિધાતા દેવી બાળકનું ભવિષ્ય વિધિ વિધાન લખવા આવે છે.

આ દેવીનું ષષ્ઠિ માતા તરીકે સંધ્યા સમયે પૂજન કરાય છે. પૂજનમાં છઠ્ઠી દેવીનું ભાતીગળ ચિત્ર મુકવામાં આવે છે, સાથે સાથે માતા-બાળકને જન્મ સમયે જે હથિયારથી ગર્ભનાળ છેદન કરાયું હોય તે પરંપરિક હથિયાર એવી કટારનું પંચામૃતથી અભિષેક કરી ધૂપ દીપ નૈવેદ્ય ધરી પૂજન કરવામાં આવે છે. આમ તો ભગવાન સ્વયં સર્વના ભાગ્ય વિધાતા છે. પણ એક લીલા સહજ ભાવથી ભગવાનના ભાગ્ય આજ વિધાતા ષષ્ઠિ દેવી લખશે એવા ભાવથી આ ઉત્સવ ઉજવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...