દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક-ખંભાળિયા તથા સી ટીમ નોડલ અધિકારી નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ પીએસઆઇ દ્વારા પુરુષાર્થ સ્કૂલ & હોસ્ટેલ ની મુલાકાત લીઘી હતી. જે મુલાકાત દરમિયાન હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી તેમજ બહારથી આવતી વિદ્યાર્થીનીઓને ભાણવડ પોલીસ સ્ટેશનમાં સી ટીમ હાલ કાર્યરત હોય અને આ સી ટીમની કામગીરી બાબતે ની માહિતી આપી હતી.
ઉપરાંત જીલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર તેમજ મહિલા પોલીસ સ્ટેશન તથા મહિલા હેલ્પ લાઈન નંબર 112/181 /100 કોલ નંબર વિશે માહિતી આપવામાં આવી હતી. સાથો સાથમહિલાઓને લગતા કાયદાઓ બાબતેની સમજ આપી કોઈ પણ તકલીફ હોય તો સી ટીમ નો સંપર્ક કરવા જણાવાયુ હતુ. ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નીરાધાર અને એકવાયુ જીવન જીવતા સિનીયર સિટીઝનોના રહેણાંક સ્થળ પર જઇ તેઓની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.