તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ:પેઈડ ચેનલોને મફ્ત બતાવવાનું કૌભાંડ

દ્વારકાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દેવભૂમિ પંથકના ભાણવડનો શિક્ષક યુવાન ઝડપાયો: એલસીબી પોલીસની કાર્યવાહી

ભાણવડ પંથકમાં એક દુકાનદાર દ્વારા પોતાના સેટટોપ બોક્સ અંગેના સ્ટોરમાંથી એસેમ્બલ બનાવટના બોક્સ મારફતે સોફ્ટવેરને ગેરકાયદેસર રીતે ડાઉનલોડ કરી, સોની ટીવી સહિતની પેઈડ ચેનલો ફ્રીમાં પ્રસારિત કરવા સંદર્ભેનું સમગ્ર કૌભાંડ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસે પકડી પાડ્યું છે. જેમાં સ્થાનિક સ્ટોર સંચાલક અને શિક્ષક એવા એક યુવાનની અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ ભાણવડમાં વેરાડ નાકા બહાર શિવમ પાર્ક સોસાયટી ખાતે રહેતા વિરાગ રણછોડભાઈ વૈષ્નાણી નામના 36 વર્ષના પટેલ શખ્સ દ્વારા પોતાના શિક્ષણના વ્યવસાય સાથે એ ટુ ઝેડ નામના એક સ્ટોર ચલાવી અને સમગ્ર ભાણવડ તાલુકામાં સેટટોપ બોક્સનું વેચાણ કરવામાં આવતું હતું.

છેલ્લા આશરે બે વર્ષના સમયગાળા દરમિયાન વિરાગ રણછોડભાઈ પટેલ દ્વારા અન્ય શખ્સોની સંભવિત રીતે સંડોવણીથી સોની ટીવીની પેઈડ ચેનલોનું ફ્રી એર ટુ સેટઅપ બોક્સમાં CC CAMD નામનો સોફ્ટવેર ગેરકાયદેસર રીતે ડાઉનલોડ કરી સોની ટીવી સાથે કલર, સ્ટાર વિગેરે ટીવીની પેઈડ ચેનલોનો ફ્રીમાં પ્રસારણ કરવામાં આવતું હતું.

આ પ્રવૃત્તિથી આરોપી શખ્સ દ્વારા ટીવી કંપનીઓને આર્થિક નુકશાની પહોંચાડી અને કંપનીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાની ધોરણસર ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે ટાર્ગેટ મીડિયા કંપનીના ચેરમેન તથા ફિલ્ડ ઓફિસરને સાથે રાખીને ભાણવડ ટાઉન વિસ્તારમાં સરકારી હોસ્પિટલ સામે આવેલા એ ટુ ઝેડ સ્ટોરમાંથી પોલીસે ઉપરોકત શખ્સને એસેમ્બલ બનાવટના 136 નંગ સેટઅપ બોક્સ તથા અન્ય ટેકનિકલ પાર્ટ્સ, પેન ડ્રાઈવ, ડોંગલ, મોબાઈલ ફોન વિગેરે સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ સ્થળથી કુલ રૂપિયા એક લાખ વીસ હજાર ચારસો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પ્રકરણમાં અન્ય શખ્સોની પણ સંડોવણીની પુરી શક્યતા વચ્ચે વધુ તપાસ અર્થે ઉપરોક્ત શખ્સનો કબજો ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.એસ.આઈ. પી.સી. શીંગરખીયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો