કામગીરી:દ્વારકાના ગ્રામ્ય પંથકના રોડનું તાબડતોબ સમારકામ શરૂ કરાયું

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ-મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરોને નોટીસ ફટકારતા કામગીરી શરૂ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી ગેરંટી પિરિયડવાળા રોડ તેમજ જિલ્લા પંચાયત હસ્તગતના રોડ ધોવાય ગયા છે.કોન્ટ્રાકટરો દ્વારા રિપેરિંગ કામ શરૂ ન કરાતા નોટીસ ફટકારવામાં આવી હતી.દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થતા જ આળસ મરડી કોન્ટ્રાક્ટરો દ્વારા રિપેરિંગ કામગીરી તાત્કાલીક શરૂ કરી છે.રોડમાં પડેલા ખાડાનું બુરાણકામ શરૂ થતા વાહનચાલકોને રાહત મળી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકના રોડ ભારે વરસાદથી ધોવાય જતા વાહનચાલકોને આવાગમનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જિલ્લામાં 9 જેટલા તો ગેરંટી પિરિયડવાળા રોડ ધોવાય જતા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે-તે કોન્ટ્રાક્ટર અને એજન્સીને નોટીસ ફટકારી હતી.કોન્ટ્રાક્ટરોની આળસના લીધે બિસમાર રોડનું સમારકામ શરૂ ન થતા ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થતા ઉચ્ચકક્ષાએથી કોન્ટ્રાકટરોને રેલો આવતા તાત્કાલીક રિપેરિંગ કામગીરી શરૂ કરતા વાહનચાલકોને આવાગમનમાં પડતી હાલાકીનું નિરાકરણ આવ્યું છે.દ્વારકાના હાથલા-ગડુ રોડ,સામોર-કોઠા વિસોત્રી રોડ,વાચ્છુ-લોવરાડી રોડ તેમજ ધ્રાંગડવડ અને પાડલી-ગોરીયાળી રોડમાં સમારકામ શરૂ કરવામાં આવતા વાહનચાલકોને મહદઅંશે વાહન ચલાવવામાં પડતી હાલાકીનું નિરાકણ આવ્યુ઼ છે.

અન્ય સમાચારો પણ છે...