તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમાણીકતા:દ્વારકામાં વૃધ્ધે રસ્તામાંથી મળેલા રૂ.40000 મૂળ માલિકને પરત કર્યા

દ્વારકા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યાત્રાધામ દ્વારકામાં માણસોના મન પણ હીરે જડેલા !

યાત્રાધામ દ્વારકામાં ખરીદી અર્થે આવેલા વૃધ્ધને માર્ગમાં રૂ.40000 રોકડા મળતા તેઓએ આ રકમ મૂળ માલિકને પરત કરી પ્રમાણીકતાનું ઉતમ ઉદાહરણ પૂરૂં પાડયું છે.યાત્રાધામ દ્વારકામાં માણસોના મન પણ હીરે જડેલા છે તે આ કિસ્સા પરથી વધુ એક વખત પુરવાર થયું છે.

દ્વારકાની બાજુમાં આવેલા નાના એવાં ધીણકી ગામના લોકોને ખરીદી કરવા દ્વારકામાં જવાનૂ થતુ હોય છે. આવા જ કામ માટે દ્વારકા જેસાભાઈ રબારી ખરીદી કરીને જઈ‌ રહ્યા હતા ત્યારે રસ્તામાં રૂ.40000 રોકડા મળ્યા હતાં. આથી તેઓને આજુબાજુના વેપારીઓને જાણ કરી હતી અને જે વ્યક્તિના પૈસા ખોવાઈ ગયા હતા તેને આપી ઉદારતા અને પ્રમાણીકતા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

સામાન્ય સ્થિતી ધરાવતા જેસાભાઇ માટે રૂ.40000 મોટી રકમ હતી,છતાં પ્રમાણિકતા બતાવી મુળ માલિકને આ રકમ પરત કરી ખુશ થયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, રૂ.40000 કરતા મોટી રકમ હોત તો પણ તેમણે મૂળ માલિકને પરત કરી હોત.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો