ભાવનગરમાં રહેતા વિવેકાનંદ પુરોહિત નામના આશરે 62 વર્ષીય વૃધ્ધ રાત્રીના સમયે પરીવારને જાણ કર્યા વગર એસટી બસ મારફતે દ્વારકા જવા નીકળ્યા હતા.જેમાં સવારે પરિવારે ઉઠ્યા બાદ ધરના વડીલ ન દેખાતા તપાસ આરંભી હતી. ત્યા એક કાગળ મલ્યો હતો. જેમા વિવેકાનંદે પોતે દ્વારકા ખાતે ભગવાન દ્વારીકાધીશના દર્શન કરવાની માનતા હોય, તેથી ત્યા જવા નીકળ્યા હોય, અને દર્શન બાદ આપધાત કરી લેશે તેવો ઉલ્લેખ હતો. આ પત્ર વાંચી પરિવાર બેબાકળા થયો હતો. જે દરમિયાન સમગ્ર મામલે દ્વારકા પોલીસને જાણકારી આપવામાં આવી હતી.
તેથી જગતમંદિર સુરક્ષાના ડીવાયએસપી સમીર સારડાની સુચનાથી પીઆઈ પી.એ.પરમાર તથા પીએસઆઇ ગઢવીએ તુરત પોલીસ જવાનો તથા મંદિરના તમામ કમૅચારીઓને વિવેકાનંદના ફોટા સાથે વોચ ગોઠવી હતી.જયારે જગત મંદિરના મેઈન ગેઈટથી અંદર આવતા તમામ યાત્રીની તપાસ કરતા જીઆરડી સભ્ય ભારતીબહેન ચાનપા તથા નટુ પરમાર તથા સીક્યુરીટી દિલીપભા સુમણીયા વગેરેનુ વિવેકાનંદભાઇ પર ધ્યાન પડતા તેઓને મંદિર ચોકી ખાતે લવાયા હતા.જે બાદપીએસઆઈ ગઢવી તેમજ એએસઆઈ એચ.એમ જોષીએ પરિવારને જાણ કરી હતી. આ વૃધ્ધને આપધાત ન કરવાનું સમજાવી પરિવારને સુપર્ત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.