તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધામાં વધારો:યાત્રાધામ દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન બેડની સંખ્યા વધીને 60 થઈ

દ્વારકા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મીઠાપુરની ટાટા કેમિકલ્સના સહયોગથી બેડની સુવિધામાં વધારો થયો

મીઠાપુરની ટાટા કેમિકલ્સ દ્વારા ઓક્સિજનની વધુ સુવિધા ઊભી કરવામાં આવતાં દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ની સંખ્યામાં વધારો થયો છે. પહેલાં માત્ર ઓક્સિજન સપ્લાય વાળા 30 બેડ હતા. આથી હવે ઓક્સિજન સુવિધા વાળા 60 બેડ થશે.

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીના બીજા વેવમાં અતિ ગંભીર અસર જોવા મળી રહી છે, ત્યારે રાજ્યના તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે અને મોટા ભાગના દર્દીઓ ને ઓક્સિજન બેડની સુવિધા ન મળતા સ્થિત વધુ ગંભીર બની છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના સરકારી હોસ્પિટલમાં હાલ ઓક્સિજન સપ્લાય વાળા માત્ર ૩૦ બેડ હતા.પરંતુ કોરોના કેસ વધતા આ સુવિધા અપર્યાપ્ત જણાય હતી . આથી દ્વારકા તાલુકાના મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ ઉદ્યોગ દ્વારા તાત્કાલિક રૂ 5 લાખના ખર્ચ કરી વધુ ત્રીસ બેડ પર ઓક્સિજન મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

જેથી ઓકસીજનની સુવિધા વાળા 30 બેડ વધીને 60 થતા દ્વારકા તાલુકા માં કોરોનના દર્દીઓને વધુ ઝડપથી સારવારમાં મળશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો