તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસામાજિક તત્વોનો આતંક:ગોમતીઘાટ પર મહિલાઓને કપડાં બદલવા બનાવાયેલો રૂમ લુખ્ખાઓએ તોડી નાખ્યો, 4 શખ્સો CCTVમાં કેદ

દ્વારકા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તંત્રએ કપડા બદલાવવા બે રૂમ બનાવ્યા હતા
 • તમામ સામાન પણ નદીમાં ફેંકી દીધો

દેવભૂમિ દ્વારકામાં ગોમતીઘાટ પર ચેઇન્જ રૂમ લુખ્ખા તત્વોએ તોડી નાખતા ભારે ચકચાર જાગી છે. આટલું જ નહીં કેબીન તોડી સામાન ગોમતી નદીની અંદર ફેંકી દીધો હતો. તંત્રએ મહિલાઓ માટે કપડા બદલવા બે રૂમ બનાવ્યા હતાં.છેલ્લાં કેટલાક સમયથી દ્વારકા નગરપાલિકા દ્વારા ગોમતીધાટનું નવિનીકરણ કરવામાં આવી રહ્યું હતું.

સ્થાનિકો સહિત મુસાફરોમાં રોષ
આ કાર્ય પૂર્ણ થતા પાલિકાએ ખાનગી સંસ્થાના સહયોગથી ગોમતીધાટ પર સ્નાન કર્યા બાદ મહિલાઓ માટે કપડા બદલવા બે ચેન્જ રૂમ બનાવ્યા હતાં.પરંતુ શુક્રવારે રાત્રીના કોઇ પણ સમયે આવારા તત્વોએ કેબીન તોડી ગોમતીનદી અંદર ફેંકી દેતા ચકચાર જાગી છે. આ બનાવથી મુસાફરોની સાથે સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

કેબીનનો સામાન નદીમાં નાંખતા ચાર શખસો સીસી ટીવી કેમેરામાં કેદ થયા
બનાવની જાણ થતા અમોએ ધટના સ્થળની મુલાકાત લઇ ધાટ પરનો કેમેરો ચેક કરતા 4 શખસો ચેન્જ રૂમ કેબીનને ગોમતીનદી અંદર ફેકતા જોવા મળ્યા છે.આ ફૂટેજ દ્વારા પોલીસ આ શખસોને પકડી કાર્યવાહી કરશે. - ચેતન ડુડીયા, ચીફ ઓફિસર, દ્વારકા નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો