તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દ્વારકાના ચરકલા રોડ પર આવેલ એક હોટલનું સંચાલક કરતા યુવાન વિરમભા કારાભા માણેક (ઉ.35), યુવરાજ ધર્મશાળા હોટલના ત્રીજા માળે આવેલ રૂમમાં ગળે ફાંસો ખાઇ તા.9ના રોજ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ તેમના પરિવાર પર આધાતમાં સરી પડ્યો હતો. થતા તેમની પત્ની મંજુબેન વિરમભા માણેકે (ઉ.33) દ્વારકા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિને ત્રાસ આપી મરી જવા મજબૂર કરવા અંગે બે શખસો સામે ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદના આધારે દ્વારકા પોલીસના પીઆઇ ગઢવી તથા પીએસઆઇ ઉષાબેને તપાસ હાથ ધરી છે.
અંગત સુત્રોના જણાવ્યાનુસાર મૃતક વિરમભા કારાભા માણેક પોતાના સસરાની હોટલમાં સંચાલન કરતો હતો અને રમેશભા બાલુભા સુમણીયા તથા મીયાભા સોમભા માણેક સાથે એક પ્લોટનો વિવાદ ચાલતો હતો. અને તે પ્લોટ ખાલી કરાવવા બાબતે બોલાચાલી થતી હતી. તુ અમારો પાળેલ કૂતરો છો, મારા બાપુજીએ તને ધંધો રોજગાર આપે છે.અને તે અમારા હિસાબે જ નભે છે. આવુ કહી, અપમાનજનક ગાળો આપેલ. મૃતક વિરમભાને લાગી આવતા, પોતે યુવરાજ ધર્મશાળા હોટલના ત્રીજા માળે આવેલ રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બનતા બન્ને આરોપી રમેશભા બાલુભા સુમણીયા તથા મીયાભા સોમભા માણેક નાસી છુટ્યા હતા. મૃતકના પત્નિએ આ બન્ને આરોપી અવારનવાર મૃતકને અપમાનિત તથા કાયમી ત્રાસ આપી, મરી જવા મજબૂર કરેલ હોવાનું જણાવ્યું હતું. આ ફરીયાદના આધારે દ્વારકા પોલીસે ફરાર બન્ને આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરેલ છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.