તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:જગતમંદિરના દ્વાર કાલથી દર્શનાર્થીઓ માટે ખુલશે

દ્વારકા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે માસ બાદ ભક્તો દ્વારકાધીશને મળી શકશે

યાત્રાધામ દ્વારકામાં સુપ્રસિધ્ધ ભગવાન દ્વારકાધીશજી મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે.કોરોના સંક્રમણના કારણે ગત એપ્રિલ માસથી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રખાયા હતા.જોકે, હવે કોરોના સંક્રમણ ઘટતા વહીવટી તંત્ર દ્વારા તા.11મી જુનથી જગત મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.

દ્વારકામાં દ્વારકાધીશજીને શીશ નમાવવા માટે દેશ વિદેશથી અનેક ભકતજનો દર્શનાર્થે આવે છે. કોરોનાની બીજી લહેરના પગલે ગત તા.11મી એપ્રિલથી જગત મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રખાયા હતા.જોકે,છેલ્લા કેટલા સમયથી સંક્રમણ ઘટતા સરકારે અનેક છુટછાટ આપી છે.જે અંતર્ગત જગત મંદિરમાં તા.11મી જુનથી ભકતગણ માટે દર્શનની છુટ આપવાનો નિર્ણય લેવાયો છે. જગતમંદિરના દ્વાર ખુલવાથી ભાવિકોમાં ખુશીની લહેર વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...