જનાદેશ:દેવભૂમિમાં સરપંચ અને સભ્યપદના 2,354 ઉમેદવારોના ભાવિ આજે ખૂલશે

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા જિલ્લામાં 76.69 ટકા મતદાન, ખંભાળિયામાં સૌથી વધુ 77.51 અને દ્વારકામાં સૌથી ઓછુ 70.38 ટકા
  • સરપંચ પદ માટે 341, સભ્યપદ માટે 2013 ઉમેદવારો: જિલ્લામાં 48 ટેબલો પર મતગણતરી થશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી ગ્રામ પંચાયતોની ચુંટણી માટે રવિવારે મતદાન યોજાયુ હતુ જેમાં જુદા જુદા ગામોના 128 સરપંચ પદ માટે અને 791 સભ્ય પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરપંચ પદ માટે 341 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા અને સભ્યપદ માટે 2013 ઉમેદવારો મેદાને હતા. દેવભૂમિ જિલ્લામાં ગત રવિવારે તા.19-12ના ચૂંટણીનુ મતદાન યોજાયુ હતુ.જેમાં દ્વારકા જિલ્લામાં કુલ 79.11% મતદાન થયું હતું. જેમાં ખંભાળીયામાં 77.51%, ભાણવડમાં 76.10%, કલ્યાણપુરમાં 77.45% અને દ્વારકા તાલુકામાં 70.38% એમ કુલ ટોટલ દ્વારકા જિલ્લામાં 76.69% મતદાન થયું હતું.

ખંભાળિયા,ભાણવડ,કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં મંગળવારે મત ગણતરી પૂર્ણ થયા બાદ સાંજ સુધીમાં દ્વારકા જિલ્લામાં 341 સરપંચના ઉમેદવારોમાંથી 128 ચૂંટાયેલા સરપંચો જાહેર થશે. અને 2013 સભ્ય પદના ઉમેદવારો માંથી 791 સભ્યો ચૂંટાયેલા જાહેર થશે દ્વારકા જિલ્લામાં આજે ચારેય તાલુકા મથકે ચાર સ્થળે ચૂંટણી મત ગણતરી કરાશે. મત ગણતરી સ્થળો પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે ચૂંટણી અધિકારીની નિગરાની હેઠળ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. ગ્રામ પંચાયતોની ચુંટણીમાં રવિવારે મતદાન પુર્ણ થયા બાદ તમામ મતપેટીઓ સ્ટ્રોંગરૂમમાં ચુસ્ત બંદોબસ્ત હેઠળ મુકી દેવાઇ છે.

જિલ્લાના 4 તાલુકામાં આ સ્થળે થશે મત ગણતરી
ખંભાળિયા-આદર્શ નિવાસી શાળા, કુવાડીયા
ભાણવડ-સરકારી વિનિયન કોલેજ, ભાણવડ
કલ્યાણપુર-સરકારી વિનિયન કોલેજ, કલ્યાણપુર
દ્વારકા-શારદા પીઠ કોલેજ દ્વારકા.

અન્ય સમાચારો પણ છે...