તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જામસલાયાના માલવાહક વહાણને કોસ્ટગાર્ડે ઓખા બંદર પર ખસેડ્યું

દ્વારકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુદી-જુદી એજન્સી દ્વારા પૂછપરછ, તપાસના અંતે કશું શંકાસ્પદ ન મળ્યું

દ્વારકા પંથકના દરિયામાં એક વહાણ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખા બંદર પર લઈ આવવામાં આવ્યું હતું. બોટમાં આશરે એક ડઝનથી વધુ ખલાસીઓ હતા અને તમામને પુછપરછ કરવા માટે સુરક્ષા એજન્સીઓ લાગી હતી. પુછપરછ કરાતા ખલાસીઓ તાજેતરમાં ઓમાનમાં દરિયામાં ડૂબેલા સલાયાના વહાણના હોવાના જાણવા મળ્યું છે.જોકે,સધન તપાસ દરમિ્યાન કશુ શંકાસ્પદ મળ્યુ ન હોવાનુ બહાર આવ્યુ છે.

જાણવા મળતી વિગત અનુસાર ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા નાઇટ પેટ્રોલિંગ હાથ ધરાયુ હતુ ત્યારે દરિયામાંથી એક વહાણને કોસ્ટ ગાર્ડ દ્વારા હસ્તગત કરી ઓખાબંદરે ખસેડવામાં આવ્યુ હતુ.કોસ્ટ ગાર્ડની તપાસ દરમિયાન આ વહાણ સલાયાનુ ફેઝ એ નુરસુલેમાની અને તે માલ વાહક વહાણ છે.

થોડા દિવસો અગાઉ ઓમાનના દરીયામાં સલાયાના એક માલ વાહક વહાણમાં આગ લાગતા દરીયા અંદર સમાઇ ગયું હતુ અને તેની અંદરના ખલાસી દરીયામાં તરતા હોય, તેમની બાજુથી આ ફેઝ એ નુર સુલેમાની વહાણ પસાર થતા, આ તમામ ડૂબતા લોકોને પોતાના વહાણમાં બેસાડી બચાવ્યા હતા અને સલાયા પરત ફરતા હોય, કોસ્ટ ગાર્ડને શંકા જતા ઓખા લેવાયા હતા. કોસ્ટ ગાર્ડ સાથે ઓખા મરીન પોલીસ, એસઓજી, તથા અન્ય સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ હતી. જોકે તપાસના અંતે કોઈ શંકાસ્પદ મળ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...