તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:મુખ્યમંત્રી આજે સિગ્નેચર બ્રિજની મુલાકાત લઈ દ્વારકાધીશના દર્શન કરશે

દ્વારકા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રી આજે સિગ્નેચર બ્રિજની મુલાકાતે. - Divya Bhaskar
મુખ્યમંત્રી આજે સિગ્નેચર બ્રિજની મુલાકાતે.
 • દ્વારકામાં સર્કીટ હાઉસ પાછળના મેદાનમાં નાગરિકોને સંબોધશે, નવી ઘોષણાની વકી

ગુજરાતના મુખ્ય મંત્રી દ્વારકા આવી રહ્યા હોવાથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી પ્રથમ ઓખા કોસ્ટગાર્ડ હેલીપેડ પર ઉતરી નવા નિર્માણ થઈ રહેલા સિગ્નેચર બ્રીજની મુલાકાત ઓવર ક્રાફ્ટ પર બેસી તેની માહિતી મેળવશે. ત્યાંથી રવાના થઈ દ્વારકા હેલીપેડ પર ઉતરાણ કરી સુરક્ષા વાહનના કાફલા સાથે સર્કીટ હાઉસ ખાતે આવશે, ત્યાથી દ્વારકા જગતમંદિરમાં દર્શન કરી, પાદુકા પુજન પુજારી પરિવાર કરાવશે. દર્શન કરી સર્કીટ હાઉસના પાછળના મેદાનમાં બનાવવામાં આવેલ ભવ્ય મંડપમાં લોકોને સંબોધન કરશે. અને દ્વારકાના વિકાસકાર્યોની નવીન ઘોષણા પણ કરી શકે છે.

મુખ્યમંત્રીની સુરક્ષા કવચમાં ઓખા ખાતે આઇજીના સીધા માર્ગદર્શન હેઠળ 2 ડીવાયએસપી, 4 પીઆઇ,8 પીએસઆઇ તથા એકસો પચાસ પોલીસ તૈનાત રહેશે તથા દ્વારકા ખાતે 4 ડીવાયએસપી, 11 પીઆઈ, 26 પીએસઆઇ તથા 300 પોલીસ જવાનો રહેશે. મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મીઠાપુર કંપની એરિયામાં બેસી મચ્છીનો ધંધો કરતી દેવીપૂજક મહિલાઓને તેમની જગ્યાથી ખસેડવામાં આવતા તેઓ મુખ્યમંત્રી પાસે રજુઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો