તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લાપરવાહી:દ્વારકા સરકારી હોસ્પિટલમાં જવાબદારીની ફેંકાફેકીથી PM માટે મૃતદેહ બે કલાક રઝળ્યો

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મીઠાપુરથી ડોક્ટર આવશે તેમ કહી બે કલાક સુધી પીએમ માટે પરિવારજનોને રાહ જોવડાવી
  • છેવટે મીઠાપુરથી ડોક્ટરો આવ્યા બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું

સરકારી હોસ્પિટલોમાં જવાબદારીની ફેંકાફેકી કરી દર્દીઓને રઝળાવવા એ કોઇ નવી વાત નથી.તમામ સરકારી હોસ્પિટલોમાં તબીબો માનવતા ભૂલી દર્દી તેમજ સગા વ્હાલાને ક્યારેય હકારાત્મક વણલ અપનાવતા નથી.દ્વારકાની સરકારી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે.મૃતદેહના પીએમ માટે જવાબદારની ફેંકાફેકી કરી બે કલાક સુધી મૃતદેહને રઝળાવ્યો હતો.આખરે મીઠાપુરથી તબીબને પીએમ માટે આવવું પડ્યું હતુ઼.

દ્વારકા તાલુકાના ઘડેચી ગામના ભુવન નામના એક માનસિક અસ્થિર મગજના યુવાને આત્મહત્યા કરી લેતા મીઠાપુર પોલીસે લાશનો કબજો લઇ દ્વારકા પીએમ ખાતે મોકલી આપી હતીજ્યાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટર ફરજ પર હોવા છતાં પણ લાશનું પીએમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.પરિવારજનોને એવું જણાવ્યું હતું કે,બનાવ મીઠાપુર નો છે એટલે મીઠાપુરથી ડોક્ટર આવશે અને તે જ પીએમ કરશે.તમામ ઘટના દરમિયાન બે કલાકનો સમય વિતી ગયો હોવા છતાં પણ લાશનું પોસ્ટમોર્ટમ ના કરતા યુવાનના પરિવારજનો પણ ખૂબ જ દુઃખી થયા હતા.બે કલાક સુધી મૃતદેહને રઝળતો મુકી ડોકટરો માનવતા પણ ભૂલ્યા હતા.આખરે મીઠાપુરથી ડોક્ટર આવ્યા બાદ મૃતદેહનું પીએમ થયું હતું.યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા સરકારી હોસ્પિટલમાં અવારનવાર પીએમ માટે સ્થાનિક લોકો દ્વારા વિવાદ થાય છે,ત્યારે ફરી એક વખત દ્વારકા ની સરકારી હોસ્પિટલ વિવાદમાં આવતા આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે યોગ્ય કરવા દર્દીઓમાં ખાસ માંગ ઉઠી છે.

મારી અન્ય દર્દીઓની તપાસ ચાલી રહી હતી
આ બનાવ મીઠાપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતો હોય જેથી મીઠાપુરના એમબીબીએસ ડોક્ટરને આ પોસ્ટમર્ટમ કરવાનું હોય છે.મારી પાસે અન્ય દર્દીઓની તપાસ ચાલી રહી હતી.જેથી મારે પોસ્ટમર્ટમ કરવું અશક્ય હતું. > ડો. આકાશ ઘેડીયા, સિવિલ હોસ્પિટલ દ્વારકા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો