તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ભાટિયા-ભોગાત માર્ગ પર સ્મોલ ઈન્ડિયન સીવેટનો મૃતદેહ મળ્યો

દ્વારકા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળ જેવા પ્રાણીની દુર્લભ પ્રજાતિના પ્રાણીઓ લૂપ્ત થવાના આરે

કલ્યાણપુર નજીક ભાટીયા, ભોગાત રસ્તામાં એક સ્મોલ ઇન્ડીયન સીવેટ નામના દુર્લભ પ્રજાતિના પ્રાણીનો મૃતદેહ મળ્યો હતો.સંભવત માર્ગ પર વાહનના લીઘે મોતને ભેટયુ હોવાનુ પણ તારણ દર્શાવાઇ રહયુ છે.

કલ્યાણપુર તાલુકામાં આ પ્રજાતી બહુ ઓછી જોવા મળે છે,આવા પ્રાણી રસ્તો ઓળંગવા જતા ભારે ગતિમાં જતા વાહનોના ભોગ બની રહ્યા છે દુર્લભ પ્રજાતિના આવા પ્રાણીઓ ખોરાકની શોધમાં બહાર નીકળતા હોય છે, આવી દુર્લભ પ્રજાતિઓના રક્ષણ માટે જંગલોનું અસ્તિત્વ જરૂરી છે અનેક પશુઓ જંગલમાં અપૂરતા ખોરાકને લઈ ખેતરોમાં ભટકતા જોવા મળે છે, અનેક દુર્લભ પ્રજાતિઓ લુપ્ત થવા લાગી છે ત્યારે હવે જંગલી જીવોને સાચવવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે,આ પ્રાણી તાલુકામાં ખૂબ ઓછું જોવા મળે છે.વીંજ ઝાડી,દર કે પોલાણોમાં રહે છે તે પસાર થાય ત્યાં વિચિત્ર વાસ છોડતું જાય છે. નિશાચર પ્રાણી છે. વૃક્ષ કે ખડક નીચે દર બનાવી બચ્ચાં આપે છે, જે લુપ્તતાના આરે છે.

સ્થાનિક નામ છે વિંજ, કસ્તુરી કે વણીયર
આ પ્રાણીના સ્થાનિક નામ વીંજ, કસ્તુરી અથવા વણીયર તરીકે ગામડાના લોકો ઓળખે છે જેનુ અંગ્રેજી નામ સ્મોલ ઇન્ડિયન સીવેટ તરીકે પ્રખ્યાત છે.વૈજ્ઞાનિક નામ વિવેરીકુલા ઇન્ડીકા કહેવાય છે. પ્રાણીનું આયુષ્ય 10 થી 15 વર્ષનું હોય છે. જેની લંબાઇ 90 સેમી તથા ઉંચાઇ 15 સેમી અને વજન 3 થી 4 કિલો હોય છે. સંવનનકાળ વર્ષમાં કોઇ પણ સમયે અને 4 થી 5 બચ્ચાને જન્મ આપે છે. તેનો દેખાવ ટુંકા પગ, શરીર પર લંબાઇમાં ટપકાં તથા પુંછડી પર કાળી ગોળ પટ્ટીઓ હોય છે.

અન્ય સમાચારો પણ છે...