તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:સલાયાના શંકાસ્પદ વહાણને કોસ્ટગાર્ડે સમુદ્રમાંથી ઝડપ્યું, સોમાલિયાથી નીકળેલા વહાણની શંકાસ્પદ ગતિવિધિ જણાઇ હતી

દ્વારકા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરક્ષા એજન્સી દ્વારા શંકાસ્પદ બાબતે પૂછપરછ શરૂ કરાઇ

દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના વહાણને ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા શંકાસ્પદ હિલચાલ સાથે ઝડપી પાડ્યું હતું.ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા શંકાસ્પદ તમામ બાબતે રવિવારે પુછપરછ કરાઇ રહી હતી. જો કે,રવિવાર બપોર સુધી પુછપરછમાં સુરક્ષા એજન્સીને કાંઇ અનઅધિકૃત પ્રવૃતિ ધ્યાને આવી ન હતી. દ્વારકાના સલાયાનું એક માલવાહક વહાણ ઓખા દરીયામાં શંકાસ્પદ હિલચાલ લાગતા ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું.અલગ અલગ એજન્સીઓ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી આવી હતી.

જો કે,રવિવારે મોડે સુધી કોઇ અનઅધિકૃત બાબત ધ્યાને આવી ન હતી.શંકાના આધારે ઝડપાયેલ વહાણ બાબતે કોસ્ટ ગાર્ડ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.તહેવાર સમયે કોઇ દેશ વિરોધી કે અનઅધિકૃત જથ્થો દરિયાઇ માર્ગે પહોંચાડવાનો પ્રયાસ થયો છે કે શું? તે બાબતે હાલ જીણવટીભરી તપાસ કરાઇ રહી હતી. આ વહાણ મુંદ્રા તરફ જતું હોવાનું પણ સુરક્ષા એજન્સીને જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો