કૃષિ:દ્વારકામાં પાક નુકસાનીનો 35079 હેક્ટરમાં સર્વે, 5920માં પાક નુકસાન

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જે ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાન પહોંચ્યુ તેને સહાય મળશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી ખેતરો ધોવાતા ખેડૂતોને પાકમાં વ્યાપક નુકશાની પહોંચી છે.ખેડૂતોએ કરેલ વાવણી પણ નિષ્ફળ ગય છે. જિલ્લામાં ખેતેવાડી વિભાગ દ્વારા 35079 હેક્ટરમાં પાક નુકશાની અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાંથી જિલ્લામાં 5920 હેક્ટરમાં પાક નુકશાની હોવાનું સામે આવ્યું છે.જે ખેડૂતોના ખેતરમાં 33 ટકાથી વધારે નુકશાન પહોંચ્યુ છે તેવા ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે.

દેવભૂમી દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડતા ખેડુતોની હાલત કફોડી છે.ભારે વરસાદથી ખેતરોમાં પાક થડમુળથી ધોવાય ગયો છે. દ્વારકાના કલ્યાણપુર અને રાવલ પંથકમાં તો સાની ડેમના પાણી ખેતરોમાં ફળી વળતા ખેતરોમાં પાકનું નામોનિશાન પણ રહ્યું નથી. ત્યારે ખેડૂતોના ખેતરમાં જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.જેમાં જિલ્લામાં 35079 હેક્ટરમાં પાક નુકશાની અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 5920 હેક્ટરમાં પાક નુકશાની હોવાનું સામે આવ્યું છે. જે ખેડૂતોને ખેતરમાં 33 ટકાથી વધારે નુકશાન પહોંચ્યુ છે તેવા ખેડૂતોને હેક્ટરદીઠ રૂ.8000ની સહાય મળવાપાત્ર થશે. હાલમાં જામનગર શહેર અને દેવભૂમ દ્વારકા જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે અને નદી, નાળા, તળાવો ઓવરફ્લો થયા છે ત્યારે ભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચ્યું છે અને આ અંગે ખેડૂતોના ખેતરમાં સર્વે કરી તાકીદે વળતર ચૂકવવા માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...