યાત્રિકોની સુખાકારી:દ્વારકામાં સુદામાસેતુ બપોરે પણ ખુલ્લો રહેશે,જગત મંદિર, બજાર બંધ હોય યાત્રિકોની સુખાકારી માટે નિર્ણય લેવાયો: બપોરે દરિયા કિનારાની મોજ

દ્વારકા9 મહિનો પહેલા
  • કૉપી લિંક

દ્વારકાનું જગતમંદિર રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશની રાજધાની હોવાથી જગતમંદિરનો નિત્યક્રમ રાજાની જેમ કરવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશ બપોરના સમયે આરામ ફરમાવે છે તેવા ભાવ સાથે જગતમંદિર અનોસર એટલે કે બંધ રહે છે. દ્વારકાની બજારો જગતમંદિર પર આધારીત હોવાથી જગતમંદિર બંધ થતા, બજારો પણ બંધ રહે છે અને સાંજના પાંચ વાગ્યે મંદિર ખુલતા બજાર ધમધમવા લાગે છે.

આ કારણોસર ગોમતીનદી પર બનેલો સુદામાસેતુ પણ જગતમંદિરના સમયપત્રક મુજબ ચાલતો હોવાથી બપોરના સમયે બંધ રહેતો હતો. આથી બહારગામથી આવતા યાત્રીકો બપોરના સમયે ખુબ મુશ્કેલી ભોગવતા હતાં. સાંજે પાંચ વાગ્યે જગતમંદિર, બજારો તથા સુદામા સેતુ એકસાથે ખુલતા યાત્રીકો આરામથી દર્શન કરી દરીયાકીનારા તથા બજાર ખરીદીની મોજ માણી શકતા નથી.

આ કારણોસર દ્વારકા કલેકટર દ્વારા આવતા યાત્રીકોની સુખાકારી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર શુક્રવારથી સુદામાસેતુ બપોરના સમયે બંધ નહીં રહે અને દિવસભર ખુલ્લો રખાશે. જેથી બહારગામથી આવતા યાત્રીકો મંદિરના દર્શન કરી બપોરના સમયે જ્યારે જગતમંદિર અને બજારો બંધ હોય, ત્યારે સુદામાસેતુ દ્વારા સામે પાર જઈને સુંદર એવા દરિયા કિનારાની મોજ માણી શકશે.

અન્ય સમાચારો પણ છે...