નશાનો કારોબાર:દ્વારકાના મીઠાપુર નજીક મોજપ ગામમાંથી SOGએ 6 કિલો ચરસ સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા

દ્વારકાએક વર્ષ પહેલા
પોલીસે બે આરોપીની ધરપકડ કરી - Divya Bhaskar
પોલીસે બે આરોપીની ધરપકડ કરી
  • એક આરોપી પોલીસ પકડથી દૂર, શોધખોળ ચાલુ

દ્વારકાના મીઠાપુર નજીકના મોજપ ગામમાંથી SOGએ 6 કિલો 736 ગ્રામ વજનનું ચરસ ઝડપી પાડ્યું છે. આ સાથે જ SOGએ 2 શખ્સને પણ ઝડપી પાડ્યા છે. જ્યારે એક શખ્સ પોલીસ પકડથી દૂર છે. જેને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

10 લાખથી વધુની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાયો
પોલીસને બાતમી મળી હતી કે દ્વારકામાં મોટી માત્રામાં ડ્રગ્સનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી પોલીસે બાતમીના આધારે મીઠાપુર નજીક મોજપ ગામમાં ગત મોડી રાત્રે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં અબ્બાસ સુરા અને આસાર્યાભા હાથલ નામના શખ્સ પાસેથી 6 કિલો 736 કિલોનું ચરસ પકડાયું હતું. આ ચરસની કિંમત 10 લાખ 10 હજાર 300 રૂપિયા છે. જ્યારે એક આરોપી ભાગી છૂટ્યો હતો. બંને આરોપીને મીઠાપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યાં છે. જ્યાં તેમની પૂછપરછ ચાલી રહી છે. જ્યારે બીજા આરોપીની શોધખોળ ચાલુ છે.

મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો મળી આવતા અનેક સવાલો ઉભા થયા
દ્વારકા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો પકડાતા અનેક સવાલો ઉભા થયા છે. આટલુ બધુ ચરસ ક્યાંથી આવ્યું? દ્વારકામાં કેટલા સમયથી આ કારોબાર ચાલુ છે? તે સહિતની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે હજુ બે દિવસ પહેલા જ કરોડોની કિંમતનું ડ્રગ્સ સુરતમાંથી ઝડપાયું હતું. ત્યાર બાદ દ્વારકામાંથી ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે.

(સુભાષસિંઘ લોહાનીવાલ- દ્વારકા)