દુર્ઘટના:દ્વારકામાં રીપેરીંગ સમયે દુકાન ધરાશાયી, મોટી જાનહાની ટળી

દ્વારકા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સદનશીબે કડિયા અને મજુરો સ્થળ પર ન હોવાથી દુર્ઘટના બચી

શિવરાજસિંહ રોડ પર આવેલા મારુતિ ટ્રેડશની ટીવી અને ઇલેક્ટ્રોનિક વસ્તુની દુકાનની બાજુમાં આવેલા ગોડાઉન નીચે પાયાના ભાગમાં રીપેરીંગ કામ કરતા સમયે બે માળની દુકાન અચાનક ધરાશાયી થઇ હતી.સદનશીબે લોકડાઉન હોવાથી ચાર વાગ્યા બાદ કડિયા અને મજુરો ઘરે જતા રહ્યા હોવાથી કોઈ હાજર ન હોવાથી દુર્ઘટના ટળી હતી. દ્વારકામાં દ્વારકાધીશ મંદિરની ૧૦૦થી ૩૦૦ મીટરની ત્રિજ્યામાં દ્વારકા નગરપાલિકા અને આર્કોલોજી ડિપાર્ટમેન્ટની મંજૂરી વગર અનેક બાંધકામો થયા છે. પૌરાણિક નગરી હોવાથી જુના બાંધકામો ખુબ જ જર્જરીત છે.

અન્ય સમાચારો પણ છે...