ધર્મલાભ:પુરીના શંકરાચાર્યજીએ શારદાપીઠમાં દર્શન કર્યા

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભગવાન આદ્ય શંકરાચાર્યજીનું પાદુકા પુજન - Divya Bhaskar
ભગવાન આદ્ય શંકરાચાર્યજીનું પાદુકા પુજન
  • આરાધ્ય ભગવાન ચંદ્રમૌલીશ્વરના દર્શન કરી ભગવાન આદ્ય શંકરાચાર્યજીનું પાદુકા પુજન કર્યું

પુરી પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્યજીએ ભગવાન દ્વારકાધીશ, શારદાપીઠના આરાધ્ય ભગવાન ચંદ્રમૌલીશ્વરના દર્શન કરી ભગવાન આધ શંકરાચાર્યજીનું પાદુકા પુજન કર્યું હતુ. શારદાપીઠ પરિવાર તરફથી બ્રહ્મચારી નારાયણાનંદજીએ આચાર્યજીનું વિધિવિધાન પૂર્વક સ્વાગત તથા સન્માન કર્યું હતુ.ખંભાતથી આવેલા બંકિમચંદ્ર વ્યાસજીએ સ્વાગત કર્યું હતું. શંકરાચાર્યજી મહારાજએ કહ્યું કે પૂજ્ય જ્યોતીષ પીઠાધીશ્વર તેમજ દ્વારકા શારદાપીઠાધીશ્વર સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ પૂજ્ય તથા આદરણીય છે.

ગૌ હત્યાના પ્રશ્નના ઉત્તરમાં શંકરાચાર્યજી મહારાજીએ કહ્યું કે, જો દેશ હિન્દુ રાષ્ટ્ર ધોષિત થાય અને સનાતનિયોની સરકાર બને તો બધા ઉત્પાત સમાપ્ત થઈ શકે. પૂજ્ય શંકરાચાર્યજી મહારાજના શારદાપીઠમાં આગમનના અવસરે શારદાપીઠના પીઠ પંડિત અશ્ર્વીનભાઈ પુરોહિત, દ્વારકાધીશ સંસ્કૃત એકેડેમીના ડાયરેક્ટર જયપ્રકાશ નારાયણ દ્વીવેદીજી, સંસ્કૃત વેદ વિદ્યાલયના આચાર્ય ઈશ્વરભાઈ આરંભડીયા, સંસ્કૃત પાઠશાળાના પ્રધાન આચાર્ય કુલદીપભાઈ પુરોહિત,શારદાપીઠ કોલેજના આચાર્ય સંદિપભાઈ વાઢેર, વરવાળા આશ્રમશાળાના આચાર્ય કરીટભાઈ કાયડા, દ્વારકાધીશ મંદિરના પુજારી મુરલીભાઈ ઠાકર, શારદાપીઠ સંચાલિત 16 મંદિરના પુજારી આનંદભાઈ ઉપાધ્યાય, શારદાપીઠ વિદ્યાસભાના સદસ્ય વત્સલભાઈ પુરોહિત, ગણ માન્ય લોકો ઉપસ્થિત રહી શંકરાચાર્યજીનું સ્વાગત કરી આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...