તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોડધામ:મેવાસા સીમમાંથી ખનિજનો 35 લાખનો જથ્થો સીઝ

ખંભાળિયા/દ્વારકા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિ પંથકમાં રોયલ્ટી, પાસ કે પરવાનગી વગર થતાં પરિવહન પર એલસીબીનો દરોડો
  • કલ્યાણપુર તાલુકામાંથી બોકસાઇટ, જુદા જુદા બે ટ્રક,જેસીબી સહિત રૂ.29.90 લાખનો મુદામાલ કબજે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામની સીમમાં સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે મોડી રાત્રે દરોડો પાડી ગેરકાયદેસર બોક્સાઇટના જથ્થાનો સંગ્રહ,પરિવહન કરતા જુદા જુદા બે ટ્રક ઉપરાંત જે.સી.બી. સહિતના વાહનો મળી રૂ. 29.90 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.આ ઉપરાંત ખાણ ખનિજ વિભાગે સ્થળ તપાસણી કરી અંદાઝે રૂ.35 લાખનો જથ્થો સીઝ કર્યો હતો.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ પી.આઇ. જે.એમ.ચાવડા તથા પીએસઆઇ એસ.વી. ગળચરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા પોલીસ ટીમે મેવાસા સીમમાં મોડી રાત્રે ખાનગી કંપનીના સર્વે નંબરની લીઝમાં પડેલા બોકસાઇટનો જથ્થો એક જે.સી.બી. તથા બે ટ્રકો મારફતે ગેરકાયદેસર રીતે કંપનીની લિઝમાંથી અન્ય એક સ્ટોક યાર્ડમાં કોઈપણ રોયલ્ટી, પાસ કે મંજૂરી વગર હેરફેર કરે છે તેવી બાતમીના આધારે એલસીબીની જુદી જુદી બે ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ

જેમાં પોલીસે મેવાસા ગામની કોઠારીયા સીમમાં કંપની વિસ્તારમાંથી એક બોકસાઇટનો જથ્થો ભરેલા ટ્રકને રોકયો હતો, ચાલક કાનજી પરબતભાઈ ખાણધર પાસે રોયલ્ટી, પાસ કે પરવાનગી ન હોવાથી બોક્સાઇટ ભરેલા સ્થળે આવતા અન્ય ખાલી ટ્રક તથા જે.સી.બી.સહિતના વાહનો મળી આવતા ટ્રક માલિક હાર્દિકભાઈ ભીમશીભાઈ ગાધેરના જણાવાયા મુજબ જે.સી.બી. મશીન મારફતે ગેરકાયદેસર બોક્સાઇટ ભરી રાણ ગામની સીમમાં દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝના સ્ટોક યાર્ડમાં ફેરો કરવામાં આવ્યો હતો.આથી પોલીસે તાત્કાલિક ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર એચ.જી. પ્રજાપતિ તથા સર્વેયર આર.બી. ગરસાણીયાની ટિમને બોલાવી સ્થળ તપાસણી કરાવતા અંદાઝે રૂ.35 લાખનો લગભગ 3000 મેટ્રિક ટન જથ્થાને સિઝ કરવામાં આવ્યો હતો.જયારે દ્વારા બોક્સાઇટનો જથ્થો અન્ય સ્થળે રોયલ્ટી કે અન્ય કોઈ પાસ કે પરવાનગી મેળવ્યા વગર સ્ટોક યાર્ડમાં સ્થળાંતર કરતા બોકસાઇટ તેમજ જુદા જુદા બે ટ્રક તથા એક જેસીબી સહિત રૂ.29.90 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...