ઓનલાઈન:હોળી-ધૂળેટીમાં જગત મંદિર બંધ રહેવાનું હોવા છતાં દ્વારકામાં ભાવિકોનો દરિયો વહ્યો

દ્વારકા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે બપોરે 2થી 3 વાગ્યા સુધી WWW.DWARKADHISH.ORG પર ફૂલડોલ ઉત્સવના દર્શન થશે
  • સંખ્યાબંધ પગપાળા સંઘો જામનગર અને ખંભાળિયા સુધી પહોંચી ગયા છે

હોળી-ધૂળેટીના તહેવારોમાં 3 દિવસ જગત મંદિર બંધ રાખવાનો નિર્ણય પ્રશાસન દ્વારા જાહેર કરાયો હોવા છતાં ભાવિકો દ્વારકાધીશને મળવા માટે અધિરા બન્યા છે અને ફૂલડોલ ઉત્સવ સાદાઈથી ઉજવવાનો હોવા છતાં દ્વારકામાં ભાવિકોની ભીડ ઉમટી રહી છે. ભક્તોનો આ ધસમસતો પ્રવાહ પ્રશાસન માટે ચિંતાનું કારણ બન્યો છે. હોળી, ફૂલડોલ ઉત્સવ પર તા.27, 28 અને 29 માર્ચના દ્વારકાધીશ જગતમંદિરને ભક્તો માટે બંધ રાખવાના નિર્ણય છતાં હજારો ભક્તો દર વર્ષની જેમ દૂરદૂરથી દ્વારકામાં પહોંચી રહ્યા છે. પદયાત્રીઓના અનેક સંઘો જામનગર અને ખંભાળિયા સુધી પહોંચી ગયા છે. આ વખત સેવાકીય કેમ્પો ન હોવા છતાંયે અનેક પદયાત્રીઓ વિના વિઘ્ને દ્વારકા પહોચી રહ્યા છે.

ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, લાઈનમાં દર્શન કરી શકાય તેવી બેરીકેટીંગ કરાશે: Dy.SP
હોળી ધૂળેટી દરમિયાન જગતમંદિર ભક્તો માટે બંધ રહેશે, પરંતુ સલામતી માટે 3 ડીવાયએસપી, 5 પીઆઇ, 19 પીએસઆઇ તથા 536 પોલીસ જવાન, જીઆરડી,એસઆરડી જવાન સુરક્ષા કરશે. હોળી પ્રગટાવવાની છુટ રહેશે પરંતુ ધૂળેટી રમવાની મનાઇ રહેશે. જગતમંદિર અંદર બાંધવામાં આવશે. > સમીર સારડા, ડીવાયએસપી, દ્વારકા.

ઘરે બેઠા પણ ફૂલડોલ ઉત્સવના દર્શન કરી શકશો
​​​​​​​કોરોનાની મહામારીને ધ્યાને લઇને 3 દિવસ જાહેર જનતા માટે મંદિરમાં પ્રવેશબંધી કરાઈ છે. હોળી પર્વ નિમિત્તે રવિવાર તારીખ 28 મી ના રોજ દ્વારકાધીશ મંદિરમાં પુજારી પરિવાર દ્વારા ફૂલડોલ ઉત્સવ મનાવાશે. જાહેર જનતા માટે મંદિરમાં પ્રવેશબંધી હોવાથી આ દર્શનનો લાભ જાહેર જનતા લઈ શકે તે માટે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રવિવારે બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી ફૂલડોલ ઉત્સવના ઓનલાઈન દર્શન સંસ્થાની વેબસાઈટ WWW.DWARKADHISH.ORG ઉપર લાઈવ નિહાળી શકાશે. જેનો લાભ લેવા સમગ્ર હાલાર પંથકની ધર્મપ્રેમી જનતાને દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

દ્વારકાધીશનું મંદિર ખૂલ્લું રાખો​​​​​​​
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આદીકાળથી ફૂલડોલ અને હોળી ઉત્સવનો અનેરો મહિમા છે જે દિવસોમાં દ્વારકા પગપાળા હજારો લોકો દ્વારકાધીશના દર્શને આવતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા તા.27થી 29 સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે છતાં પણ હજારો લોકો દ્વારકા તરફ આવી રહ્યા છે ત્યારે જામનગર શહેરના માલધારી સમાજે તંત્રને આવેદનપત્ર પાઠવી મંદિર ખૂલું રાખવાની વિનંતી કરી લોકોની આસ્થાને માન આપવા અરજ કરી છે. } તસ્વીર : હસિત પોપટ

અન્ય સમાચારો પણ છે...