તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્કયુ:સલાયાના વહાણમાં મધદરિયે આગ ભભૂકી, 13 ખલાસીઓનો બચાવ

સલાયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુબઇથી સોમાલીયા જતું વહાણ રાસલાત દરીયાઈ વિસ્તારમાં સળગ્યું
  • ઓમાન નેવીની ટીમે તાકિદે રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને તમામ ખલાસીઓને બચાવી લીધા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક સલાયાના એક આસામીનુ માલવાહક વહાણ દુબઇથી કાર્યો ભરીને સોમાલીયા જવા માટે રવાના થયા બાદ તેમાં રાસલાત દરીયાઇ વિસ્તારમાં અકસ્માતે આગ લાગતા મધદરીયે વહાણ ભડભડ સળગી ઉઠયુ હતુ.જે દરમિ્યાન ઓમાન નેવીએ રેસ્કયુ ઓપરેશન હાથ ધરી તમામ તેર ખલાસીને આબાદ બચાવી લીઘા હતા.

ખંભાળિયાની ભાગોળે આવેલા સલાયાનુ અલનુરે નિઝામુદીને નામનુ માલવાહક વહાણ દુબઇ ગયુ હતુ જયાંથી જનરલ કાર્ગો ભરી સોમાલીયા જવા નિકળ્યુ હતુ.જે વહાણ રાસલાત નામના દરીયાઇ વિસ્તારમાં પસાર થઇ રહયુ હતુ ત્યારે તેમાં અકસ્માતે આગ ભભૂકતા મધદરીયે ભડભડ સળગી ઉઠયુ હતુ. જે વહાણમાં તેર ખલાસી હતી.તેઓ દરીયામાં બેરલના સહારે કુદી જતા તુરંત ઓમાન નેવીની ટીમ દોડી આવી હતી.જે ટીમે રેસ્કયુ ઓપરશેન હાથ ધર્યુ હતુ.જે વહાણના તમામ તેર ખલાસીઓને આબાદ બચાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...