દેશના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં સરકારી હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આરટીપીસીઆર લેબ શરૂ કરવામાં આવી રહી છે.અંદાઝે 45 લાખ ના ખર્ચે આ લેબ શરુ કરાઇ રહી છે. જે માટે તમામ મશીનરી અને ટેકનિકલ સાધનો સહિત તમામ ઇસ્તુમેન્ટ પણ પાંચેક મહિનાથી તૈયાર થઈ આવી ચૂક્યા છે. જ્યારે હવે આઇસીએમઆરની મંજૂરીની રાહ જોવાય રહી છે.સંભવત આગામી બે ચાર દિવસમાં જ તીર્થ નગરી દ્વારકા તેમજ આસપાસના વિસ્તારો માટે આ સુવિધા મળી રહેશે .
હાલ આરટીપીસીઆર રિપોર્ટ કરાવવા છેક જીલ્લા મથક ખંભાળિયા સુધી લાંબુ થવું પડે છે.જે રિપોર્ટને આવતા પણ 48થી 72 કલાક જેટલો સમય આવતા લાગે છે.ત્યારે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થતા સાંજ સુધીમાં રિપોર્ટ મળી શકશે .પોઝીટીવ દર્દીને વહેલી ખબર પડી જશે તેથી અગમચેતીના પગલા પણ વધુ સરળ બનશે.આઇસીએમઆર વિભાગની મંજૂરી બાદ લેબ ટેકનિશ્યન વગેરે 11 જેટલા કર્મચારીની જરૂર પડશે જે અંગે પણ તૈયારીઓ ચાલી રહી છે તેમ સરકારી હોસ્પિટલ ના અધિક્ષક ડૉ.વિપુલ ચંદારાણા એ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.